તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:અમદાવાદમાં પશ્ચિમ વિસ્તાર બાદ હવે પૂર્વમાં પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, નિકોલના ડી માર્ટ સામેના મેદાનમાં થશે રસીકરણ

અમદાવાદ4 મહિનો પહેલા
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં શરૂ થયું ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન.
  • ડ્રાઇવ ઇન સિનેમાથી લઈ સુરધારા સર્કલ સુધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ઘર સુધીના રોડ પર લાંબી લાઇન લાગી
  • શહેરના મેયર પૂર્વ વિસ્તારના હોવા છતાં ત્યાં એકપણ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન નહીં
  • પૂર્વ વિસ્તારમાં વેક્સિનેશન માટે જગ્યા શોધી રહ્યા છીએ: સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ

રાજયમાં વેક્સિનેશન મોટે પાયે શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનને મળેલા સારા પ્રતિસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ડ્રાઇવ ઇન સિનેમામાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 45 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સવારે 5.30 વાગ્યાથી ડ્રાઇવ ઇન સિનેમાની બહાર લાઈન લાગી હતી. વેક્સિન લેવા માટે એક કિલોમીટર દૂર સુધી ગાડીઓની લાઈન લાગી છે. પશ્ચિમ વિસ્તાર બાદ હવે પૂર્વ વિસ્તારમાં પણ ડ્રાઇવ થ્રુ વેકસીનેશન આવતીકાલથી શરૂ કરવામાં આવશે.

શહેરના નિકોલ વિસ્તારના ડી-માર્ટની સામેના મેદાનમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પણ સેન્ટર પર ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પણ સેન્ટર પર ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં બે જગ્યાએ પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ અને વસ્ત્રાપુરના ડ્રાઇવ ઇન સિનેમા ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં ડ્રાઇવ થ્રુ વેકસીનેશન શરૂ કરવા બાબતે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં દરેક જગ્યાએ આ પ્રક્રિયા શરૂ કરવામા આવશે.

ડ્રાઈવ ઈન સિનેમામાં વેક્સિન લેવા માટે લોકોની લાઈન લાગી
ડ્રાઈવ ઈન સિનેમામાં વેક્સિન લેવા માટે લોકોની લાઈન લાગી

નવા રજિસ્ટ્રેશનમાં લોકોને પરેશાની થઈ રહી છે
પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકો માટે કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. અમદાવાદમાં આ વયજૂથના લોકોને વેક્સિન લેવા કુલ 80 જેટલા સેન્ટરો નક્કી કર્યા છે. વેક્સિનનો ડોઝ મર્યાદિત હોવાથી પ્રત્યેક સેન્ટર ઉપર 100થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી. રજિસ્ટ્રેશન કરવા કોવિન પોર્ટલની વિન્ડો સાંજે 6થી 11 દરમિયાન ખૂલે છે. જોકે ફકત બે મિનિટમાં જ 8 હજાર રજિસ્ટ્રેશન પૂરા થઈ જાય છે. રસી ખૂટી પડતાં લોકો રોજેરોજ હોબાળો મચાવે છે. સંખ્યાબંધ લોકોની ફરિયાદ છે કે, કોવિન પોર્ટલ વિઝિટ કરે ત્યારે બુક્ડનું સ્ટેટસ જોવા મળે છે. આથી નવા રજિસ્ટ્રેશનમાં લોકોને પરેશાની થઈ રહી છે.

વેક્સિનનો ડોઝ મર્યાદિત હોવાથી પ્રત્યેક સેન્ટર પર 100થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી.
વેક્સિનનો ડોઝ મર્યાદિત હોવાથી પ્રત્યેક સેન્ટર પર 100થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી.

વેક્સિનનો સ્ટોક મર્યાદિત કરવામાં આવ્યો છે
18થી 44 વયજૂથના લોકોએ વેક્સિન લેવા ફરજિયાત કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું છે. અમદાવાદમાં આ વયજૂથના આશરે ત્રીસ લાખ લોકો છે જેની સામે કોવિન પોર્ટલ ઉપર આઠ હજારથી વધુ રજિસ્ટ્રેશન થઈ રહ્યા નથી. આ હિસાબે લાખો લોકો કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા મોડી રાત સુધી મથામણ કરે છે. એક તરફ સરકારે લોકોને વેક્સિન લેવા જાગૃત કર્યા છે અને બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદિત કરવામાં આવ્યો છે. કોવિન સોફ્ટવેરમાં જે લોકોના રજિસ્ટ્રેશન થઈ રહ્યાં છે તેમને ટાઈમ સ્લોટ આપવામાં આવતો નથી તેના કારણે 18થી 44 વયજૂથના લોકોએ સેન્ટર ઉપર કેટલા વાગ્યે જવું તેની સ્પષ્ટતા થતી નથી.

અમદાવાદ શહેરમાં દરેક જગ્યાએ આ પ્રક્રિયા શરૂ કરવામા આવશે.
અમદાવાદ શહેરમાં દરેક જગ્યાએ આ પ્રક્રિયા શરૂ કરવામા આવશે.

સાયન્સ સિટી રસી કેન્દ્ર પર ભારે અવ્યવસ્થા
શહેરના જુદાજુદા વિસ્તારના સાત કમ્યુનિટી હોલમાં 45 વર્ષ ઉપરના લોકોનું વેક્સિન થઈ શકે તે માટે રવિવારે વ્યવસ્થા કરાઈ હતી. વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે સવારથી લોકોની ભીડ હતી. આજુબાજુના વેક્સિનેશન સેન્ટરો બંધ હોવાથી બધી ભીડ આ સેન્ટર ઉપર થઈ હતી. ખાસ કરીને સ્પોટ રજિસ્ટ્રેશન અને ઓન લાઈન રજિસ્ટ્રેશન કર્યું હોય એવા લોકો માટે જુદી વ્યવસ્થા ના હોવાથી તકરારનો માહોલ સર્જાયો હતો. ટાગોર હોલ ઉપર સવારે 9થી 9.30 વચ્ચે રસી આપવાની શરૂઆત થાય છે. તેમ છતા લોકો સવારે 7 વાગ્યાથી લાઈનમાં આવીને ઊભા રહી જતા હોવાથી પહેલા બે કલાકમાં લોકોની ભારે ભીડ જામે છે.

અન્ય સમાચારો પણ છે...