તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સભ્યોની ગ્રાન્ટ 30 લાખ કરવા અન્ય સમિતિના ગ્રાન્ટ કાપથી વિવાદ સર્જાશે

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ જિલ્લા પંચાયતના ચંૂટાયેલા સભ્યોની ગ્રાન્ટ વધારવા રજૂઆત

અમદાવાદ જિલ્લા પંચાયતના ચુંટાયેલા નવા સભ્યોએ પોતાને વિકાસ માટે પ્રતિવર્ષ મળતી રૂપિયા 10 લાખની ગ્રાન્ટ વધારી 30 લાખ કરવા માટે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી. ગ્રાન્ટ વધારવા વિવિધ સમિતિઓના કેટલાક કામોની ગ્રાન્ટની રકમને હેતુફેર તેમજ પુનઃ નિયુક્તિ કરવાનો નિર્ણય કરાયો છે. પરંતુ વિવિધ સમિતિઓના ચેરમેનો અને સભ્યોની નિમણૂક થઇ ગયા બાદ સમિતિઓમાંથી ગ્રાન્ટની રકમ ટ્રાન્સફર કરવાના નિર્ણયનો અમલ થવો અશક્ય હોવાનું પૂર્વ સભાસદોએ જણાવ્યું હતું.

જિલ્લા પંચાયતના અધિકારીઓએ વિવાદનો રસ્તો કાઢતાં સૂચન કર્યું હતું કે , સ્વભંડોળમાંથી સીધી રકમ નહીં વધે પણ વિવિધ સમિતિઓમાંથી કેટલાક કામોની ગ્રાન્ટ હેતુફેર અને પુનઃનિયુક્ત કરાશે. આ પ્રક્રિયા માટે દસ સભ્યોની કમિટી બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ કમિટી ની બેઠકમાં વિવિધ સમિતિઓમાં કેટલાક કામો હેતુફેર અને પુનઃ નિયુક્તિ કરી તેની ગ્રાન્ટ ટ્રાન્સફર કરવા સૂચન કરાશે. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યોએ કહ્યું કે, વિવિધ સમિતિઓમાં વિકાસના કામો હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટ નો હેતુફેર કરી સભ્યોની પર્સનલ ગ્રાંટમાં રકમ ઉમેરવાનો નિર્ણય યોગ્ય નથી. છેવાડાના વિસ્તારોમાં વિકાસ અટકી જશે. ભવિષ્યમાં ચૂંટાઈને આવનાર નવા સભ્યો પણ આ રીતે ગ્રાન્ટ વધારવાનો નિર્ણય કરશે.

જેથી ગ્રાન્ટ વધારવા માટે સરકારમાંથી મંજૂરીની સાથે રકમ મળે તેવું આયોજન કરવું જોઈએ. જિલ્લા પંચાયત હિસાબનીશ હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું કે, દસ સભ્યોની કમિટી માં જે નિર્ણય કરાશે તેને અનુસરવામાં આવશે કમિટીના સૂચન મુજબ સમિતિઓની કેટલાક કામોની ગ્રાન્ટની રકમ હેતુફેર અને પુનઃ નિયુક્તિ કરી સભ્યોની ગ્રાન્ટમાં ટ્રાન્સફર કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો