ડ્રગ્સ પેડલર ઝડપાયો:સેટેલાઈટમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે વધુ એકની ધરપકડ, SOGએ મુંબઈથી પેડલરને ઝડપી પાડ્યો

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડ્રગ્સ માટે અમદાવાદ પોલીસ દ્વારા સતત ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે સપ્ટેમ્બર મહિનામાં 57 ગ્રામ ડ્રગ્સ પકડયું હતું. પકડાયેલ ડ્રગ્સ મામલે મુંબઈના પેડલરનું નામ ખુલ્યું હતું. SOGની ટીમે મુંબઈથી ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. હાલ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને SOGએ વધુ તપાસ હાથ ધરી છે.

સેટેલાઇટમાંથી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
SOGએ 19 સપ્ટેમ્બરે સેટેલાઇટ વિસ્તારમાંથી 57.100 ગ્રામ ડ્રગ્સ સાથે પરબત ઝાલા અને ઉષામા બક્ષી નામના 2 આરોપીઓની ધરપકડ કરી હતી. બંને વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ડ્રગ્સનો જથ્થો આરોપીઓ મુંબઈના ઈરફાન ખાન પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

ઈરફાન ડ્રગ્સ ક્યાંથી લાવતો અને કોને કોને આપતો
જેથી SOG દ્વારા ડ્રગ્સ પેડલર ઈરફાન ખાનની શોધ ચાલી રહી હતી. ત્યારે ઇરફાનની ભાળ મળતા SOG એ મુંબઈથી ઇરફાનની ધરપકડ કરી છે. ઈરફાન ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો અને કોને કોને આપતો હતો તે દિશામાં SOGએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...