તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદની ઝાલોદ નગર પાલિકાના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના કેસમાં ફરાર ઇમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડની ગુજરાત એટીએસે હરિયાણાથી ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ઇમરાન સહિત ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા, અજય કલાલ, મોહંમદ સમીર, સજ્જનસિંહ ચૌહાણ, બલરામ ભીલવાડા, સલીમ ઉર્ફે કાળાભાઈ શેખ સહિત કુલ સાતની ધરપકડ કરાઈ છે. જ્યારે ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અને હત્યાનો માસ્ટર માઇન્ડ અમિત કટારા હજુ વોન્ટેડ છે. અમિત કટારાએ ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડાને હિરેન પટેલની હત્યા માટે 4 લાખની સોપારી આપી હતી.
સપ્ટેમ્બરમાં હિરેન મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે જીપથી અકસ્માત કરી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આરોપીઓની પૂછપરછમાં અમિત કટારાએ હિરેન પટેલની હત્યા કરવા માટે ઇરફાન પાડાને 4 લાખની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અમિત કટારાના કહેવાથી ઈમુ ડાંડ ઇરફાન પાડાને હિરેનનું ઘર બતાવવા માટે લઈ ગયો હતો. હત્યા બાદથી જ ઈમુ વોન્ટેડ હતો. દરમિયાન બાતમી મળતાં એટીએસે ઈમુને હરિયાણાના મેવાતમાંથી ઝડપી લીધો હતો.
2 દિવસ પહેલાં જ આરોપીઓને પકડવા સૂચના અપાઈ
એટીએસ એસપી ઇમ્તિયાઝ શેખે કહ્યું- 2 દિવસ પહેલાં જ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહે દાહોદ પોલીસ સાથે એક મીટિંગ યોજી હતી, જેમાં એટીએસના અધિકારીઓ હાજર હતા. તેમણે હિરેન પટેલની હત્યામાં ફરાર આરોપીઓને પકડવા સૂચના આપી હતી, જે બાદ એટીએસે દેશભરમાં તપાસ કરી ઇમરાન ગુડાલા હરિયાણામાં છુપાયો હોવાની બાતમી મળતાં તેને ઝડપી લીધો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.