કરોડોની ઠગાઈનો કેસ:અમોલ શેઠ સામે વધુ 3.64 કરોડની છેતરપિંડીની ફરિયાદ, આજે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે, કુલ 10 ગુના નોંધાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2016માં વેપારી પાસેથી મકાઈ ખરીદી પૈસા ચૂકવ્યા ન હતા

અનિલ સ્ટાર્ચ લિમિટેડના માલિક અમોલ શેઠ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે વધુ રૂ.3.64 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. બુધવારે તેમની ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરાશે. અમોલ શેઠ વિરુદ્ધ આ 10મી ફરિયાદ નોંધાઈ છે.

બોપલમાં રહેતા ગ્રેઈન સ્પાન ન્યૂટ્રિન્ટ્સ પ્રા.લિ.ના ડિરેક્ટર સંપતરાજ ચૌધરી, શ્રેણિક ચૌધરી દેશભરમાં મકાઈ અને ચોખાનું ડ્રાઇ મિલિંગ કરીને સપ્લાય કરે છે. જ્યારે ગાંધીનગરમાં રહેતા અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠની કંપની મકાઈમાંથી સ્ટાર્ચ બનાવવાનું કામ કરતી હતી. આથી તેઓ 2014માં અમોલ શેઠના સંપર્કમાં આવ્યા હતા. અમોલ શેઠે સંપતરાજની કંપની પાસેથી ટુકડે ટુકડે મકાઈનો જથ્થો મગાવવાનું શરૂ કર્યંુ હતંુ. જોકે 90 દિવસની ક્રેડિટમાં પેમેન્ટ ચૂકવી દેવાનું હોવાથી 2 વર્ષ સુધી અમોલ શેઠે મકાઈનો જથ્થો ખરીદીને પૈસા ચૂકવી દીધા હતા. જ્યારે 2016માં ફેબ્રુઆરીથી માર્ચમાં અમોલ શેઠે સંપતરાજની કંપની પાસેથી ખરીદેલી 3.64 કરોડની મકાઈનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું, જેથી આ અંગે તેમની કંપનીના સિનિયર એકાઉન્ટ મેનેજર પંકિત શાહે મંગળવારે ક્રાઈમ બ્રાંચમાં અમોલ શેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અગાઉ 11 કરોડની મકાઈ ખરીદી પૈસા ચૂકવ્યા હતા
અમોલ શેઠે 2014થી 2016માં સંપતરાજ ચૌધરીની કંપની પાસેથી રૂ.11 કરોડની મકાઈ ખરીદી હતી, પરંતુ તે મકાઈનું રેગ્યુલર પેમેન્ટ ચૂકવી દીધું હતું. ત્યાર બાદ ફેબ્રુઆરી, માર્ચ એમ બે મહિનામાં જ 3.64 કરોડની મકાઈ મગાવી પૈસાનો ફાંદો કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...