યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇનના બેચલર ઇન ડીઝાઇન અને માસ્ટર્સ ઇન ડીઝાઇનના ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓએ ઉવારસદમાં આવેલી કર્ણાવતી યુનિવર્સિટી ખાતે 21 મે, 2022, શનિવારના રોજ યોજાયેલા ગ્રેજ્યુએટ શોકેસમાં ભાગ લીધો હતો. આ યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇનમાંથી ગ્રેજ્યુએટ થઈ રહેલા તમામ વિદ્યાર્થીઓનો વાર્ષિક શૉકેસ છે, જેઓ અભ્યાસ અને મહામારીની વચ્ચે સંઘર્ષ કરી રહ્યાં હોય છે. આ વિદ્યાર્થીઓ હવે જ્યારે તેમની સ્વતંત્ર સર્જનાત્મક કારકિર્દી પર આગળ વધવાના છે ત્યારે આ કાર્યક્રમમાં સંબંધિત ક્ષેત્રોમાં તેમની ક્ષમતાઓને તથા એક યુવાન ડીઝાઇનર તરીકે તેઓ જે તફાવત સર્જવા માંગે છે, તેને બિરદાવવામાં આવ્યાં હતાં અને તેની પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ગ્રેજ્યુએટ શૉકેસની શરૂઆત ઇન્ડસ્ટ્રીયલ ડીઝાઇન, ઑટોમોબાઇલ અને ટ્રાન્સપોર્ટેશન ડીઝાઇન, ઇન્ટીરીયર ડીઝાઇન, લાઇફસ્ટાઇલ એસેસરી ડીઝાઇન, ફેશન સ્ટાઇલિંગ અને કમ્યુનિકેશન, ટેક્સટાઇલ અને નિટવેર ડીઝાઇન, એનિમેશન અને મોશન ગ્રાફિક્સ તથા વિઝ્યુઅલ કમ્યુનિકેશનના ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓ દ્વારા તેમના કામને પ્રદર્શિત કરવા સાથે થઈ હતી. તેના બાદ યુનિવર્સિટીના ઑડિટોરિયમમાં ફેશન ડીઝાઇનના ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓ દ્વારા EDGE નામના ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.