ઉજવણી:​​​​​​​ભાડજ ખાતે હરે કૃષ્ણ મંદિરના વાર્ષિક સપ્તમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
હરે કૃષ્ણ મંદિરમાં સપ્તમ પાટોત્સવ પર્વની ઉજવણીની તસવીર - Divya Bhaskar
હરે કૃષ્ણ મંદિરમાં સપ્તમ પાટોત્સવ પર્વની ઉજવણીની તસવીર
  • 29 એપ્રિલથી 3 મે દરમિયાન સપ્તમ પાટોત્સવ પર્વ ઉજવાયો

ભાડજ ખાતે હરે કૃષ્ણ મંદિરમાં શુક્રવાર તા. 29 એપ્રિલથી મંગળવાર 03 મે, 2022 દરમ્યાન વાર્ષિક સપ્તમ પાટોત્સવ પર્વની ઉજવણી થઇ. મંદિરનું ઉદઘાટન તા. 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષય તૃતિયાના શુભદિને કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ ભગવાન અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (કૃષ્ણ-બલરામ સ્વરૂપ) ભગવાનની ઉપસ્થિત અને તેમના મૂર્તિરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ સ્થાપ્ન ના શુભપ્રસંગને સિમાચિહ્ન રૂપે દર્શાવે છે.

હરેકૃષ્ણ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસ અને આનંદ સાથે કરવામાં આવી હતી. ઉજવાઈ રહેલા પાટોત્સવના પાંચમાં દિવસે, અક્ષય તૃતિયાના શુભદિને, તા. 03 મેના રોજ સર્વશક્તિમાન શ્રી શ્રી રાધામાધવને સાંજના 6 વાગ્યાથી ચૂરના અભિષેક અર્પણ કરવામાં આવ્યું. આ એક પારંપરિક દિવ્યસ્નાન વિધિ છે જેમાં ભગવાનશ્રીને હળદર અને અન્ય પવિત્ર પદાર્થોથી અભિષેક કરવામાં આવે છે.

મંદિરમાં ભગવાનને મુખ્ય સભાખંડમાં ભવ્ય અભિષેક અર્પણ કરવામાં આવ્યો. આખા વર્ષ દરમ્યાન આ શુભઅવસર પર જ પ્રાણપ્રતિષ્ઠા કરેલ બધી દેવપ્રતિમાઓના એક સાથે થતા અભિષેક નિહાળવાનો લાહવો પ્રાપ્ત થાય છે. ઉત્સવના ભાગરૂપે હીસ ગ્રેસ શ્રીમાન મધુપન્ડિત દાસા, હરે કૃષ્ણ મૂવમેન્ટ ના જિબીસી(GBC)-ચેરમેનએ ઉપસ્થિત ભક્તોને ભગવાનના શ્રીમૂર્તિના અવતરણ બાબતે આશીર્વચન આપ્યા. મહા અભિષેક પછી ભગવાનને ભવ્ય સુસજ્જિત પાલકીમાં વિહાર કરવવામાં આવ્યો અને પાંચ દિવસીય પાટોત્સવના પુર્ણાહુતીના ભાગ રૂપે ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...