તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:ટ્રાવેલ્સ, હોસ્પિટાલિટી અને ટુરિઝમને 20 ટકા વધારે લોનની જાહેરાત

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના કાળમાં ટ્રાવેલ્સ, ટુરિઝમ અને હોસ્પિટાલિટીને સપોર્ટ કરવા માટે તેમણે લીધેલી લોનના 20 ટકા લોન વધારે આપવાની જાહેરાત સરકારે કરી છે. આ લોન ત્રણ વર્ષ માટે અપાશે.

ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ કોરોનાને લઇને ઇમરજન્સી ક્રેડિટ ગ્રોથ લોન એટલે ઇપીસીએલના ફેઝ-3માં ટ્રાવેલ્સ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરને વધારાની 20 ટકા સુધીની કન્સેશન લોન આપવાની જાહેરાત કરી છે. કોરોના કાળમાં આ ક્ષેત્રને સૌથી વધારે નુકસાન થયું હતું. તેથી રાહત આપવા માટે 28 ફેબ્રુઆરી,2020ના રોજ જેટલી લોન બાકી હોય તેના 20 ટકા લેખે વધારે લોન આપવાની જાહેરાત કરાઇ છે. આ લોન ત્રણ વર્ષ માટે રહેશે. જેમાં પહેલાં વર્ષે કોઇ હપતો કે વ્યાજ ભરવાનું રહેશે નહીં.

ત્યારબાદના બે વર્ષમાં સરખા હપતે લોન પરત કરવાની રહેશે. આ લોન જનરલ લોન કરતાં બે ટકા નીચા વ્યાજે અપાશે. આ લોન એવા લોકોને મળશે જે અત્યાર સુધી ડિફોલ્ટ ન થયા હોય. જે એકમોને આ લોન લેવાની હોય તેમણે 30 જૂન,2021 પહેલાં લોન લેવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો