• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After The Announcement By The Minister Of State For Home Affairs, The Police In Ahmedabad Stopped Charging Fines, Greeted People With Roses

સંઘવીના આદેશનું પાલન:ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત બાદ અમદાવાદમાં પોલીસે દંડ લેવાનું બંધ કર્યુ, લોકોને ગુલાબ આપીને શુભેચ્છા પાઠવી

અમદાવાદએક મહિનો પહેલા

દિવાળીના તહેવારમાં ખાસ કરીને પોલીસ રસ્તા પર ટ્રાફિક નિયમનનું પાલન કરતી હોય છે, ત્યારે આ વખતે દિવાળીમાં શહેરોમાં પોલીસ લોકોને ટ્રાફિકનો નિયમ ભંગ કરવા બદલ ગુલાબના ફૂલ આપી રહી છે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી, જેનું અમદાવાદમાં પાલન શરૂ કરાયું છે.

ગૃહ રાજ્યમંત્રીની સૂચનાનું પાલન
અમદાવાદ શહેરના મોટા-મોટા ચાર રસ્તા અને ખૂબ ભીડવાળી જગ્યાએ જ્યારે વાહન પાર્કિંગથી લઈને રોંગ સાઈડ વાહન આવતા હોય ત્યારે પોલીસ દ્વારા દંડ કરવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે ગૃહ રાજ્યમંત્રીએ દંડ ના કરવાની સૂચના આપતા પોલીસ પણ પબ્લિક વચ્ચે અંતર ઘટે તે માટે દંડની જગ્યાએ ફુલ આવી રહી છે.

દંડને બદલે સન્માનનો અનોખો પ્રયોગ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, દિવાળીના તહેવારમાં પોલીસ દંડ નહીં વસૂલે જેની પાછળ ઉદ્દેશ તહેવારોમાં પોલીસ સાથે ઘર્ષણ થવાને બદલે પોલીસ અને પબ્લિક વચ્ચે અંતર ઘટે અને તહેવારોમાં પરિવાર સાથે બહાર નીકળેલા લોકોને નિયમ ભંગ કરવા બદલ દંડના બદલે પોલીસ હસીને તેમને આવકારે તેઓ અનોખો પ્રયોગ હતો.

શહેરમાં પોલીસ ગિફ્ટ આપતી હોય તેવા દૃશ્ય દેખાયા
આજથી અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ રોજની જેમ જ પોતાનું કામ કરી રહી હતી. લોકો પણ તહેવારોમાં ઉતાવળમાં ક્યાંક નિયમ તોડ્યો હોય તો તેને રકઝક કરવાના બદલે ફૂલ આપીને ફરી નિયમનું પાલન કરશે તેવું દિવાળી ગિફ્ટ માંગી હતી. આજ સવારથી અમદાવાદ શહેરમાં પોલીસ અને પબ્લિક વચ્ચેના આ પ્રકારના વર્તનના દ્રશ્ય ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. લોકોને ટ્રાફિકના દંડ ન ભરવાની જગ્યાએ પોલીસ તેમને ગિફ્ટ આપે તે ખૂબ મહત્વનું છે.

અન્ય સમાચારો પણ છે...