તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્તાની સિલ્વર જ્યુબિલી:ગુજરાતમાં ભાજપની સત્તાનો યૌવનકાળ, 14 માર્ચ 1995થી ગુજરાતમાં માત્ર ભાજપ...ભાજપ..., હવે પાર્લામેન્ટથી પંચાયત સુધી ભગવો

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: રાજેશ વોરા
  • કૉપી લિંક
  • બે પટેલ મુખ્યમંત્રીઓની ખુરશી અધ વચ્ચે ગઈ
  • મુખ્યમંત્રી તરીકે સૌથી ટૂંકો કાર્યકાળ સુરેશ મહેતાનો
  • CM તરીકે મોદીની સૌથી લાંબી ઈનિંગ
  • મોદી બાદ રૂપાણી સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદે રહ્યા

દેશભરમાં હિન્દુત્વની પ્રયોગશાળા અને ભાજપના એક મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની ગણના થઈ રહી છે. 14 માર્ચના રોજ ભાજપે ગુજરાતમાં સત્તાના 25 વર્ષ પૂરા કર્યા છે. 25 વર્ષ પહેલા એટલે કે 14 માર્ચ 1995ના રોજ ગુજરાતમાં પહેલીવાર કેસરિયો લહેરાયો હતો અને ભાજપે સત્તા સંભાળી હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ બાદ ગુજરાતમાં હિન્દુત્વનું વાવાઝોડું ફરી વળ્યું અને 1995માં 121 બેઠકની જંગી બહુમતી સાથે ભાજપે સત્તા હાંસલ કરી. જો કે ગુજરાતમાં આ ભાજપનો સત્તા પક્ષ તરીકે જન્મ હતો. જેથી શરૂઆતના 6 વર્ષની સ્થિતિ લડખડાતા અને નવજાત બાળક જેવા રહ્યા હતા. જેમ જેમ કોઈ બાળક મોટું થતું જાય અને રમતિયાળ બનતું જાય એ રીતે જ 6 મહિનામાં જ મુખ્યમંત્રી બદલવાની નોબત આવી.

1995માં પહેલીવાર જીત મેળવી ત્યારે ડાબેથી કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી
1995માં પહેલીવાર જીત મેળવી ત્યારે ડાબેથી કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી

કેશુભાઈ ભાજપના પહેલા CM બન્યા પણ બળવો થયો
ત્યાર બાદ ઓક્ટોબર 1995માં કેશુભાઈ સરકારમાં બળવો થયો. તે સમયે વાજપેયીએ મધ્યસ્થી કરીને બળવો ખાળવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે વાજપેયીએ સમાધાનના ભાગરૂપે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આમ 6 મહિનામાં જ ભાજપના બીજા મુખ્યમંત્રીએ સત્તા સંભાળવી પડી. જો કે બાળ ભાજપના તોફાનો અહીંથી અટક્યા નહીં, અને જેમ બાળક જેમ મોટું થતું જાય તેમ વધુ તોફાની બને એ રીતે જ એ સમય પણ આવ્યો જ્યારે આ બાળકે તોફાનથી ઘર માથે લે એ રીતે જ ગુજરાત માથે લીધું.

બળવાખોર ધારાસભ્યો સાથે ડાબેથી ચીમનભાઈ શુક્લ, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ
બળવાખોર ધારાસભ્યો સાથે ડાબેથી ચીમનભાઈ શુક્લ, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ

બાપુનો બળવો
આ સમયે શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો કર્યો અને 47 ધારાસભ્યો સાથે 1996-97 સુધી એક વર્ષ માટે કૉંગ્રેસના ટેકાથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. જો કે આ સરકાર વધારે ન ચાલી અને દિલીપ પરીખને મુખ્યમંત્રીનું પદ મળ્યું. ત્યાર પછી વાઘેલાએ પોતાના પક્ષને કૉંગ્રેસમાં ભેળવી દીધો.

1998માં 117 બેઠક સાથે ભવ્ય જીત સમયે કેશુભાઈ
1998માં 117 બેઠક સાથે ભવ્ય જીત સમયે કેશુભાઈ

કેશુભાઈ ફરી CM બન્યા પણ બીજીવાર ખુરશી ગઈ
ત્યાર બાદ 1998માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ અને 117 બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી. આ વખતે પણ કેશુભાઈના નેતૃત્વમાં સરકાર બની. જો કે 2001 આવતા આવતા કચ્છમાં ભૂકંપ આવ્યો અને ત્યાર બાદ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો પરાજય થયો. આ સાથે જ કેશુભાઈ સામે અસંતોષનો સુર શરૂ થયો અને કેશુભાઈને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા.

પહેલીવાર નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે શુભકામના આપી રહેલા કેશુભાઈ
પહેલીવાર નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે શુભકામના આપી રહેલા કેશુભાઈ

2001માં મોદીની એન્ટ્રી અને ભાજપ સ્થિર થવા લાગ્યો
ત્યાર બાદ 2001, ઓક્ટોબરમાં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદનો કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો. તેમની સામે કચ્છના ભૂકંપથી લઈ પક્ષની આંતરિક જૂથબંધી સહિતના અનેક પડકારો હતા. પરંતુ હવે આ બાળક થોડું સમજણું થયું હોય તેમ વર્તવા લાગ્યું. 2002માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું હિન્દુત્વનું કાર્ડ ખૂબ ચાલ્યું અને જનતાએ ખોબલે ખોબલે મત આપી ભાજપને 127 બેઠક સાથે ફરી ગુજરાતનું સુકાન સોંપ્યું અને મોદી મુખ્યમંત્રી બન્યા.

2002માં 127 બેઠક સાથે મુખ્યમંત્રી પદના શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદી અને સાથે તત્કાલીન રાજ્યપાલ સુંદરસિંહ ભંડારી
2002માં 127 બેઠક સાથે મુખ્યમંત્રી પદના શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદી અને સાથે તત્કાલીન રાજ્યપાલ સુંદરસિંહ ભંડારી

2007માં વિજય સાથે ટીનએજમાં પ્રવેશ
ત્યાર બાદ ભાજપ નામનું બાળક મોટું થવા લાગ્યું અને 2007માં ટીનએજ પ્રવેશની તૈયારીઓ કરી લીધી. 2007ની વિધાનસભા ચૂંટણીમાં 116 સીટ સાથે ફરી સત્તામાં આવ્યો. હવે ભાજપ ટીએનજમાં પ્રવેશી ચૂક્યો હતો અને સ્થિર થવા લાગ્યો.

2014માં મુખ્યમંત્રી પદના શપથ સમયે આનંદીબેનને શુભકામના આપી રહેલા તત્કાલીન રાજ્યપાલ કમલા બેનિવાલ
2014માં મુખ્યમંત્રી પદના શપથ સમયે આનંદીબેનને શુભકામના આપી રહેલા તત્કાલીન રાજ્યપાલ કમલા બેનિવાલ

મોદી પીએમ બન્યા ને આનંદીબેનને CM પદ મળ્યું
​​​​​​​​​​​​​​
ત્યાર બાદ 2012માં એટલે કે સતત 5મી વિધાનસભા ચૂંટણીમાં 115 બેઠક સાથે સત્તા મેળવી અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા. માત્ર એટલું જ નહીં, આ સાથે જ તેમની પીએમ બનવાની ચર્ચાઓ શરૂ થઈ. ત્યાર બાદ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ થનગનતો યુવાન થઈ ગયો અને કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં બેસી ગયો અને નરેન્દ્ર મોદી પીએમ બન્યા. મોદી વડાપ્રધાન બન્યા બાદ આનંદીબેન પટેલે મે, 2014માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું.

ઓગસ્ટ 2016માં પહેલીવાર મુખ્યમંત્રીપદના શપથ લઈ રહેલા વિજય રૂપાણી
ઓગસ્ટ 2016માં પહેલીવાર મુખ્યમંત્રીપદના શપથ લઈ રહેલા વિજય રૂપાણી

આનંદીબેનની ખુરશી ગઈ અને રૂપાણીને મળી
પાટીદાર આંદોલનને કારણે 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરાજય થતા કેશુભાઈની જેમ આનંદીબેન પટેલે પણ ખુરશી ગુમાવી અને ઓગસ્ટ, 2016માં રૂપાણી મુખ્યમંત્રી પદે આવ્યા. ત્યાર બાદ 2017માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠક જીતી લીધી અને રૂપાણી મુખ્યમંત્રી બન્યા. જો કે આ ભાજપ હવે બાળકમાંથી યુવાન બની ચૂક્યો છે. તેમજ તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીની ઐતિહાસિક જીત મેળવી ભાજપ હવે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી સત્તામાં બેસી ગયો છે.

કઈ વિધાનસભા ચૂંટણીમાં કેટલી બેઠક મળી

વર્ષબેઠક
1995121
1998117
2002127
2007116
2012115
201799

ભાજપના 25 વર્ષના શાસન કારણે કોંગ્રેસની એક પેઢી સત્તા વિહોણી
​​​​​​​​​​​​​​​​​​​​​
છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સત્તા સંભાળી રહેલા ભાજપ સામે લડવામાં ગુજરાત કોંગ્રેસ નબળી જ પૂરવાર નથી થઈ પણ હથિયાર હેઠા મુકી દીધા છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. અઢી દાયકા દરમિયાન કોંગ્રેસના 7 નેતા વિપક્ષ અને 9 પ્રદેશ પ્રમુખ બદલાયા છે. જેમાંથી મોટા ભાગના નિવૃત્ત થઈ ગયા છે. જેમાં નરેશ રાવલ, પ્રબોધ રાવલ, સીડી પટેલ, બી.કે.ગઢવી, શંકરસિંહ વાઘેલા, મોહનસિંહ રાઠવા, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો