તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મોટા મંદિરોમાં આખા દિવસને બદલે સવારે જ અન્નકૂટ દર્શન

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરનાં અન્ય મોટાં મંદિરો મણિનગર ગાદી સંસ્થાન, ઇસ્કોન મંદિર, ભાડજનું હરેકૃષ્ણ મંદિર, નારાયણ ઘાટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સોમવારે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને માસ્ક પહેરીને અન્નકૂટના દર્શન કરી શકશે. જ્યારે નગરદેવી ભદ્રકાળી મંદિરમાં આ વખતે સવારે 4.30 વાગ્યે મંગળા આરતી કરાશે. નારાયણ ઘાટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં મંદિરના સંતો 56 ભોગનો અન્નકૂટ સ્વામિનારાયણ ભગવાને અર્પણ કરશે. અન્નકૂટની તમામ પ્રસાદી ભક્તોને અપાશે.

આ મંદિરોમાં સોમવારે અન્નકૂટના દર્શન
ઇસ્કોન મંદિર - સવારે 7થી 11
મણિનગર ગાદી સંસ્થાન - સવારે 8થી 10
ભાડજનું હરેકૃષ્ણ મંદિર - સવારે 8થી 10
સ્વામિનારાયણ મંદિર - સવારે 7થી 12

ભાડજમાં 551 કિલોની કેકનો અન્નકૂટ ધરાવાશે
હરેકૃષ્ણ મંદિરમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી થશે. ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિસમા ગોવર્ધન પર્વતને શુદ્ધ શાકાહારી 551 કિલોની કેક, છપ્પનભોગ ધરાવાશે, જેમાં જુદી જુદી કૂકીઝ, વિવિધ અનાજ અને શુદ્ધ ઘીની બનાવટો, દૂધમાંથી બનાવેલી વાનગીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો