તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યૂ:અમદાવાદમાં ડાબા પગમાં આઠ કિલોની ગાંઠ સાથે કૂતરૂ કણસતું હતું, એનિમલ લાઈફકેરે જીવ બચાવ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
એનિમલ લાઈફ કેર દ્વારા કૂતરાને સારવાર અર્થે ખસેડાયું
  • ચાર દિવસ પહેલાં જ રાણિપ વિસ્તારમાંથી બ્લેક આઈબીસ પક્ષીનું રેસ્ક્યૂ કર્યું હતું.

કોરોનાની બીજી લહેરમાં સારવાર માટે તડપી રહેલા લોકોને ભારે હાલાંકી વેઠવાનો વારો આવ્યો હતો. માણસ જ માણસની વાતને સમજી શકતો નહોતો. પરંતુ અબોલ જીવની વાત કરીએ તો તે પોતાનું દુઃખ કોની સામે વ્યક્ત કરી શકે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રખડતું એક કૂતરૂ ઘણા સમયથી તેના ડાબા પગમાં થયેલી ગાંઠથી પીડાઈ રહ્યું હતું. આવી મોટી ગાંઠ તમે પણ નહીં જોઇ હોય. આ ગાંઠ આશરે 7-8 કિલોની આસપાસની છે. જોકે, સમયસર આ અબોલ પ્રાણીઓની સેવામાં હંમેશા હાજર રહેનાર જીવદયા પ્રેમી એવા એનીમલ લાઇફ કેરના વિજય ડાભીએ આ કૂતરાનું દર્દ જોઇને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું હતું.

ખાનપુર વિસ્તારમાં આઠ કિલોની ગાંઠથી કૂતરૂ કણસતું હતું
ખાનપુર વિસ્તારમાં આઠ કિલોની ગાંઠથી કૂતરૂ કણસતું હતું

આ અંગે માહિતી આપતા એનીમલ લાઇફ કેરના વિજય ડાભીએ જણાવ્યું હતું કે ઘણા એવા ઓછા કિસ્સામાં આ રીતે કૂતરામાં ગાંઠ જોવા મળે છે. જોકે હાલ હોસ્પિટલમાં આ ગાંઠથી કણસી રહેલા શ્વાનની સારવાર કરવામાં આવી રહી છે. આ સિવાય તેમણે કહ્યું કે જો તમારી આસપાસ અબોલ જીવ ભૂખ્યા જણાય તો તેમને ખોરાક પૂરો પાડવો જોઇએ તેમજ અન્ય કોઇ બીમારી હોય તો આવા મૂંગા પશુઓ માટે જાહેર જનતાએ આગળ આવવું જોઇએ અને તેમની સેવા કરવી જોઈએ. પણ કોણ તેની દવા કરે..કોણ તેને એક માતાની કે પિતાની જેમ સાચવે કોણ તેને વ્હાલ કરે? જેથી અબોલ પ્રાણીઓની મદદ લેવી જોઈએ.

ચાર દિવસ પહેલાંજ રાણિપ વિસ્તારમાંથી બ્લેક આઈબીસ પક્ષીનું રેસ્ક્યૂ કર્યું હતું
ચાર દિવસ પહેલાંજ રાણિપ વિસ્તારમાંથી બ્લેક આઈબીસ પક્ષીનું રેસ્ક્યૂ કર્યું હતું

રાણિપમાંથી બ્લેક આઈબીસ પક્ષીનું રેસ્ક્યૂ કર્યું હતું
અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગાંઘીસાગર સોસાયટીમાંથી રીટાયર્ડ ડીવાયએસપી બી.એય ચૌહાણ સાહેબનો કોલ આવ્યો હતો કે, કમ્પાઉન્ડમાં એક પક્ષી ઘાયલ થઇ પડ્યું છે અને ખૂબ જ પીડાઈ રહ્યું છે તાત્કાલિક એનિમલ લાઇફકેરના વિજય ડાભીને જાણ થતાં સ્થળ ઉપર ઘાયલ બ્લેક આઈબીસ જેને ગુજરાતીમાં (કાળી કાંકણસાર)તરીકે ઓળખાય છે જેનું રેસ્ક્યુ કર્યું હતું અને તેને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક તેને ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું વિજય ડાભી નું કહેવું છે કે આ પક્ષી તળાવ જંગલ વિસ્તારમાં તથા ગામડા વિસ્તારમાં વઘુ જોવા મળે છે. એક અપીલ છે કે ક્યાંય પક્ષી ઘાયલ જણાય કોઈ તાર મા લટકતું જોવા મળે જાતે લોખંડના સળિયાથી કે અન્ય વસ્તુ થી તેને ઉતારવાની કોશિશ ન કરવી જોઈએ અને તાત્કાલિક એનિમલ હેલ્પલાઇન ફાયર બ્રિગેડ અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નો સંપર્ક કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...