તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યૂ ઓપરેશન:અમદાવાદના દરિયાપુરમાંથી દોરીમાં ફસાઈ ગયેલા ચામાચીડિયાનું એનિમલ લાઈફકેર દ્વારા રેસ્ક્યૂ કરાયું

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
દરિયાપુરમાંથી ચામાચિડીયાને રેસ્ક્યૂ કરાયું - Divya Bhaskar
દરિયાપુરમાંથી ચામાચિડીયાને રેસ્ક્યૂ કરાયું
 • ચામાચીડિયાને એનિમલ લાઈફકેરના વિજય ડાભીએ રેસ્ક્યૂ કરીને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યું

સામાન્ય રીતે કોઈ પશુ કે પક્ષીના રેસ્ક્યૂ ઓપરેશન વિશે જાણવા મળ્યું હશે પરંતુ ચામાચીડિયાના રેસ્ક્યૂ વિશે ખૂબ જ ઓછું જાણવા મળ્યું હશે. ત્યારે અમદાવાદમાં દરિયાપુર દરવાજા પાસેથી દોરીમા ફસાઈ ગયેલા એક ચામાચીડિયાને એનિમલ લાઈફકેર દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયું હતું અને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ અંગે એનિમલ લાઈફકેરના વિજય ડાભીએ કહ્યું હતું કે ચામાચીડિયું આપના ઘર મા આવે ઘાયલ જણાય તો જાતે પકડવાની કોશિશ કરશો નહીં તાત્કાલિક હેલ્પલાઇન નો સંપર્ક કરવો જોઈએ કારણકે ચામાચીડિયું ના કરડવા થી રેબીસ થવા ની સંભાવના રહેતી હોય છે તેની લાળ મા રહેલા બેક્ટેરિયા માણસ માટે હાનિકારક ગણવામા આવે છે.

એનિમલ લાઈફકેરના વિજય ડાભીએ ચામાચીડિયાનું રેસ્ક્યૂ કર્યું
એનિમલ લાઈફકેરના વિજય ડાભીએ ચામાચીડિયાનું રેસ્ક્યૂ કર્યું

આખરે ચામાચિડીયા ઊંધા કેમ લટકે છે ?
એનીમલ લાઈફ કેર ના વિજય ડાભીએ ચામાચીડિયા ની પ્રજાતિની માહિતી આપતા કહ્યું હતું કે આખરે ચામાચીડિયા ઉંઘા કેમ લટકે છે. ચામાચીડિયા બાકીના પક્ષીઓની જેમ જમીન પરથી ઉડી શકતા નથી, કારણ કે તેમની પાંખો જમીન પરથી ઉડવાની ક્ષમતા ધરાવતી નથી. આ સિવાય તેના પાછળના પગ પણ ટૂંકા અને અવિકસિત હોય છે, જેના કારણે તે દોડવામાં અને નીચેથી ઉડવામાં અસમર્થ છે.

રેસ્ક્યૂ કરાયેલા ચામાચીડિયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયું
રેસ્ક્યૂ કરાયેલા ચામાચીડિયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયું

ચામાચીડિયા ઊંધુ સૂઈ જાય છે
ખરેખર, ચામાચીડિયા ઊંધુ સૂઈ જાય છે. હવે તમે વિચારતા જ હશો કે તેઓ પોતાનું સંતુલન ગુમાવ્યા પછી કેમ નથી પડતા? બીબીસી અનુસાર, તેનું કારણ એ છે કે તેમના પગની નસો એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેમનું વજન તેમને તેમના પંજાને મજબૂત રીતે પકડવામાં મદદ કરે છે. વિજય ડાભીએ જણાવાયું હતું કે દુનિયાભરમાં મળી આવતી ચામાચિડીયાની પ્રજાતિમાં મોટાભાગના બ્રાઉન અથવા કાળા રંગના હોય છે.

ચામાચીડિયા વૃક્ષો તથા અંધારી ગુફાઓમાં ઉંધા લટકેલા રહે છે
ચામાચીડિયા વૃક્ષો તથા અંધારી ગુફાઓમાં ઉંધા લટકેલા રહે છે

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચામાચિડીયું આજથી આશરે 10 કરોડ વર્ષ પહેલા એટલે કે, ડાયનાસોરના સમયથી ધરતી પર રહે છે અને આજે પણ ધરતી પર તેમની હાજરી જોવા મળે છે. આપણે ચામાચિડીયાને તો જોયા જ હશે, આકાશમાં ઉડનારું એક સસ્તન પ્રાણી છે. આ પ્રાણી નિશાચર છે અને વૃક્ષો તથા અંધારી ગુફાઓમાં ઉંધા લટકેલા રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો