CCTVએ પોલ ખોલી:આંગડિયા કર્મીએ ખોટો હવાલો કરી 44 લાખ મેળવી પ્રેમિકા સાથે રાજસ્થાનમાં મોજશોખ કર્યો, પેઢી માલિક સાથે વિશ્વાસઘાત

અમદાવાદ2 મહિનો પહેલા

પ્રેમિકા માટે આંગડિયા પેઢીના કર્મચારી પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. રૂ. 44 લાખ આંગડિયા પેઢીમાંથી ખોટો હવાલો કરી પૈસા મેળવી પ્રેમિકા સાથે રાજસ્થાન મોજશોખ કરી હતી, પરતું સીસીટીવીથી આરોપીનો ભાંડો ફૂટી ગયો છે. નવરંગપુરા પોલીસે આંગડિયા કર્મચારી અને તેના મિત્રની કરી ધરપકડ છે.

સમગ્ર બનાવ શું છે?
પોલીસ પકડેલા આરોપી આંગડિયા પેઢીનો કર્મચારી રવિ વાળંદ અને તેના મિત્રએ મળી 44 લાખ રૂપિયાનો લઈ છેતરપિંડી કરી છે. બનાવની વિગત એવી છે કે, સી જી રોડ પર આવેલી એમ. કે. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી રવિ વાળંદે પોતાના મિત્ર જીતેન્દ્ર નામનો 44 લાખ રૂપિયાનો કલોલના પી.એમ. આંગડિયા પેઢીમાં હવાલો કરાવ્યો હતો. જે પૈસાનો હવાલો રવિએ નોકરી કરતો એ જ આંગડિયા પેઢીમાંથી હવાલો કરાવી અને આરોપી રવિ અને બે મિત્રો જીતેન્દ્ર પ્રજાપતિ, વિજય કુમાર લેવા ગયા હતા. જો કે, કલોલની આંગડિયા પેઢીના સીસીટીવીમાં ગુનાનો ભેદ ઉકેલાયો અને હવાલાના પૈસા લેવા જીતેન્દ્ર પ્રજાપતિ અને વિજય ગયા હતા. અને રવિ વાળંદ ક્લોલની આંગડિયા પેઢી બહાર ગાડીમાં બેઠો હતો. જેમાં અગાઉ નવરંગપુરા પોલીસે આરોપી જીતેન્દ્ર પ્રજાપતિ ધરપકડ કરી હતી, જે બાદ સામે આવ્યું હતું કે, રવિએ બન્ને જણાને પૈસા લેવા જવાનું કહ્યું હતું.

પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે
પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે

આંગડિયા કર્મી પૈસા આવતા રાજસ્થાન ભાગી ગયો
આંગડિયા પેઢીના કર્મચારી રવિ વાળંદ મોટા ભાગના બધા પૈસા લઈ રાજસ્થાન ભાગી ગયો હતો. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે, રવિએ પોતાની પ્રેમિકા લઈ રાજસ્થાન ફરવા જતો રહ્યો હતો. જ્યાં પ્રેમિકા સાથે મોજશોખ કરવામાં પૈસા વાપરી દીધા હતા. નોંધનીય છે કે, મુખ્ય આરોપી રવિ વાળંદ છેલ્લા 3 વર્ષથી એમ. કે. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. પરંતુ પ્રેમિકાના જોડે મોજશોખ કરવા લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અગાઉ પકડાયેલા જીતેન્દ્ર અને વિજય નામના આરોપી મદદગારી કરી છે.

44 લાખ હજુ સુધી રિકવર નથી થયાં
આરોપીઓ પાસેથી છેતરપિંડીના પૈસા રિકવર થયા ન હોવાથી આરોપી પૈસા ઉપયોગ ક્યાં કર્યો છે અને મદદગારી કરનાર બન્ને મિત્રો છેતરપિંડીના પૈસામાં તેમનો કોઈ ભાગ હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આંગડિયા કર્મીએ પોતાના બે મિત્રો પાસે હવાલો લેવડાવ્યો
આંગડિયા કર્મીએ પોતાના બે મિત્રો પાસે હવાલો લેવડાવ્યો
અન્ય સમાચારો પણ છે...