તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદ એસ.ટી સ્ટેન્ડ પર કોરોનાને ખુલ્લું આમંત્રણ! દુકાનદારો, ડ્રાઇવર અને કંડક્ટરો માસ્ક વિના ફરતા દેખાયા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
એસ.ટી સ્ટેન્ડ પર માસ્ક વિના ફરતા ડ્રાઈવરો-કન્ડક્ટરોની તસવીર - Divya Bhaskar
એસ.ટી સ્ટેન્ડ પર માસ્ક વિના ફરતા ડ્રાઈવરો-કન્ડક્ટરોની તસવીર
  • અમદાવાદનું એસ.ટી બસ સ્ટેન્ડ બની શકે કોરોનાનું હોટસ્પોટ
  • મુસાફરો સાથે એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ માસ્ક વિના ફરતા જોવા મળ્યા

અમદાવાદ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, જેને પગલે સરકાર દ્વારા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. માસ્ક ન પહેરવા પર શહેરમાં લોકોને 1000 રૂપિયાનો દંડ કરાય છે. પરંતુ સરકારની GSRTC બસના ડ્રાઇવર, કંડક્ટર અને ડેપોના કર્મચારીઓ સરેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે એસ.ટી બસ સ્ટેન્ડ કોરોનાનું હોટસ્પોટ બને તો એમાં કોઈ નવાઈ નહીં.

એસ.ટી સ્ટેન્ડ પર કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા
કોરોનાના કેસ પર નિયંત્રણ લેવા માટે ભારત સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં રાત્રી કર્ફ્યુ જાહેર સ્થળો પર પ્રતિબંધો, માસ્કના નિયમોનું કડક પણે પાલન તથા અન્ય ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારના ટ્રાન્સપોર્ટેશન વિભાગના એસ.ટી બસ સ્ટેન્ડ દ્વારા જાહેરમાં જ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. જેની સામે પ્રશાસન દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે.

બસ સ્ટેન્ડ પર માસ્ક વિનાના દુકાનદારો
બસ સ્ટેન્ડ પર માસ્ક વિનાના દુકાનદારો

માસ્ક વિના ફરતા કન્ડક્ટર, ડ્રાઇવર દેખાયા
એસ.ટી બસ સ્ટેન્ડ પર હજારો મુસાફરો અવરજવર કરતાં હોય છે. જેમાં હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા તમામ લોકોનું થર્મલ સ્ક્રિનિંગ અને માસ્ક ફરજીયાત છે. પરંતુ ડ્રાઇવર, કંટકટર, અન્ય કર્મચારીઓ, દુકાનદારો અને મુસાફરો પણ માસ્ક વિના જોવા મળી રહ્યા છે. આ પ્રમાણે જાહેરમાં માસ્ક વિના ફરવું એ સુપર સ્પ્રેડર બનવા જેવું જ છે. કેસો વધી રહ્યા છે તેની સાથે બેદરકારી પણ વધી રહી છે.

કોરોનાને આમંત્રણ આપતા દુકાનદારોને કાયદાનો પણ ડર નહીં?
કોરોનાને આમંત્રણ આપતા દુકાનદારોને કાયદાનો પણ ડર નહીં?

સિક્યોરિટી ગાર્ડ માત્ર આંટા ફેરા કરતા દેખાયા
લોકો પાસેથી નિયમોનું પાલન કરાવા માટે રાખેલા સિક્યોરીટી ગાર્ડ માત્ર આંટા ફેરા કરતા જ જોવા મળ્યા હતા. આ મામલે એસ.ટી વિભાગના પ્રવક્તા કે.ડી.દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાબત આપના માધ્યમથી અમારી જાણ પર આવી છે. જેથી કડકપણે માસ્કના નિયમોનું પાલન કરાવવામાં આવશે અને સ્ટાફના સામે પણ પગલાં લેવામાં આવશે અને તમામ નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો