કુમકુમ મંદિરના સંસ્થાપકનું સન્માન:કાશીની સંપૂર્ણાનંદ યુનિવર્સિટીમાં વિદ્વાનો દ્વારા કુમકુમ મંદિરના આનંદપ્રિયદાસજી સ્વામીનું સન્માન કરી સન્માન પત્ર અર્પણ કરાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાશીની સંપૂર્ણાનંદ યુનિવર્સિટીમાં વિદ્વાનો દ્વારા 13 ઓક્ટોબર 2022 ના રોજ અમદાવાદના મણિનગર ખાતે આવેલા સ્વામીનારાયણ કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું સન્માન કરાયું અને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાશીના પ્રો. સુધાકર મિશ્ર, પ્રો. કમલાકાન્ત ત્રિપાઠી, શિતેશ્વરનાથ પાંડે, અચ્યુત ત્રિપાઠી વગેરે પંડિતો ઉપસ્થિત રહ્યા હતા અને હરિવલ્લભદાસજી સ્વામી અને પ્રેમવત્સલદાસજી સ્વામીને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંગે જણાવ્યું હતું કે, તેઓ મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય છે. તેમણે આ પૃથ્વી ઉપર 100 વર્ષ દર્શન આપ્યા અને 80 વર્ષ સુધી સાધુ જીવન જીવ્યા છે. સંસ્કૃતિના પ્રચાર માટે સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઇ.સ. 1948 માં આફ્રિકા ગયા હતા અને સદ્ સંસ્કારોનું સિંચન વિદેશમાં જઈને કરવાનો પ્રારંભ કર્યો હતો.

મુક્તજીવનદાસજી સ્વામીબાપા અને આનંદપ્રિયદાસજી સ્વામીની 25 માર્ચ 2013ના રોજ કાશીમાં બે ગજરાજ (હાથી) ઉપર નગરયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે મુક્તજીવન સ્વામીબાપાને વિશ્વધર્મચૂડામણિ અને વેદશાસ્ત્ર સંરક્ષકની વિદ્વાનોએ પદવીઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...