કુમકુમ મંદિરમાં મહોત્સવ:આનંદપ્રિયદાસજીએ અનેકને જીવન જીવવાની પ્રેરણા આપી: મહંત સ્વામી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મણિનગર કુમકુમ મંદિરના મહંતનાં 100 વર્ષ નિમિત્તે મહોત્સવ

મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીને 100 વર્ષ પૂર્ણ થતાં મંગળવારે 11 સંસ્થાના સંતમહંતોનું સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે બીએપીએસના વડા મહંત સ્વામીએ કહ્યું કે, આનંદપ્રિયદાસજી સ્વામીએ અનેકને જીવન જીવવા પ્રેરણા આપી છે. આનંદપ્રિયદાસજીનાં 100 વર્ષ નિમિત્તે વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.

આનંદપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં મંદિર દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રે મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ સાથે દર રવિવારે સત્સંગસભા, શિબિર, યુવાસભા, બાળસભા, મહાયજ્ઞ યોજાય છે.

આનંદપ્રિયદાસજી સર્વ સાધુ ગુણે સંપન્ન: દિલીપદાસજી
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યુંં કે, આનંદપ્રિયદાસજી સ્વામીએ જનસમાજ સદાચારીમય જીવન જીવે તે માટે મહત્ત્વનાં કાર્યો કર્યાં છે. તેઓ સર્વ સાધુ ગુણે સંપન્ન છે. તેમની સરળતા સહુને આકર્ષે છે. તેમણે ચીંધેલા માર્ગે જનસમાજનાં કાર્યોમાં જોડાઈને તેમને ખરા અર્થમાં શુભેચ્છા પાઠવીએ.

‘વર્તન વાતું કરશે’ વિધાન તેમણે સાર્થક કર્યું: મહંત સ્વામી
બીએપીએસના વડા પૂ. મહંત સ્વામીએ શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, આનંદપ્રિયદાસજી સ્વામીની સાધુતા, સરળ સ્વભાવ,પંચવ્રતમાનની દૃઢતા અને સ્વામિનારાયણ ભગવાનની એકાંતિક ભક્તિના પ્રતાપે તેમણે અનેકને આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે, ‘વર્તન વાતું કરશે’, જે આનંદપ્રિયદાસજી સ્વામીએ સાર્થક કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...