તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:આનંદનિકેતન સ્કૂલે RTEના વિદ્યાર્થીના ક્લાસ બંધ કર્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો.2ના ઓનલાઈન વર્ગ બંધ થતાં હોબાળો
  • સ્કૂલને આજથી ક્લાસ શરૂ કરવા DEOનો આદેશ

આનંદ નિકેતન સેટેલાઇટ બ્રાન્ચમાં આરટીઇ અંતર્ગત અભ્યાસ કરતા ધો.2ના વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ બંધ કરતા વાલીઓએ વિરોધ કર્યો હતો. બાળકોના ઓનલાઇન ક્લાસ બંધ કરાયા હોવાની ફરિયાદ શહેર ડીઇઓ સુધી પહોંચતા તપાસ બાદ ડીઈઓએ શુક્રવારથી ક્લાસ ફરી શરૂ કરવા આદેશ આપ્યો હતો.

સેટેલાઇટમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલે આરટીઇ અંતર્ગત એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસમાંથી િરમૂવ કર્યા હતા અને વાલીઓને કોઈ જવાબ પણ આપ્યો ન હતો. વાલીઓની ફરિયાદ પછી ડીઈઓએ અધિકારીઓને તપાસ કરવા મોકલ્યા હતા. ડીઇઓના અધિકારીઓને તપાસ દરમિયાન સ્કૂલે રજૂઆત કરી હતી કે આરટીઇમાં પ્રવેશ મેળવેલા ઘણાં બાળકોના વાલીએ ખોટા દસ્તાવેજોના આધારે એડમિશન મેળવ્યું છે. જેથી સ્કૂલે તેઓના ઓનલાઇન ક્લાસ બંધ કર્યા છે.

વાલીઓએ કરેલી ફરિયાદમાં તથ્ય
અમદાવાદના ડીઇઓ આર.સી પટેલે કહ્યું- વાલીઓની ફરિયાદમાં તપાસ પછી સ્કૂલે આરટીઇમાં એડમિશન મેળવેલા બાળકોના ઓનલાઇન ક્લાસ બંધ કર્યાની ફરિયાદ મળી હતી. રૂબરૂ તપાસ કરતા હકીકત જણાઇ આવી છે. સ્કૂલને શુક્રવારથી રાબેતા મુજબ ક્લાસ શરૂ કરવા કહેવાયું છે.

શિક્ષણ ચાલુ છે
આનંદ નિકેતનના સ્કૂલ સંચાલક કમલ મંગલે કહ્યું- તમામ બાળકોનું ઓનલાઇન શિક્ષણ ચાલુ જ છે.

અન્ય સમાચારો પણ છે...