સ્કૂલ પ્રત્યે વફાદાર શિક્ષકો:હાથીજણની આનંદનિકેતને 10 વર્ષથી સ્કૂલમાં ભણાવતા 8 શિક્ષકને શિક્ષક દિવસે 1-1 લાખ આપ્યા

અમદાવાદ19 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
  • મોટા પગારની ઓફર ફગાવી સ્કૂલમાં રહેવા બદલ સન્માનિત કરાયા

હાથીજણની આનંદનિકેતન સ્કૂલે 10 વર્ષથી સ્કૂલ સાથે જોડાયેલા 8 શિક્ષકને શિક્ષક દિને રૂ. 1-1 લાખ આપીને સન્માનિત કર્યા છે. સંચાલકે 10 વર્ષથી સ્કૂલ સાથેના સંબંધ ઉપરાંત વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સતત સંસ્થાના સિદ્ધાંતોને અનુસરીને અન્ય સ્કૂલે કરેલી ઓફર ન સ્વીકારીને સ્કૂલ પ્રત્યે વફાદાર રહેનારા શિક્ષકોને બિરદાવ્યા હતા.

શિક્ષકો વારંવાર બદલી કરવા માટે તૈયાર જ હોય છે
ખાનગી સ્કૂલોમાં સ્પર્ધાને કારણે શિક્ષકો વારંવાર બદલી કરતા હોય છે, જેના કારણે સ્કૂલે જે શિક્ષકને ટ્રેનિંગ આપી હોય તે શિક્ષક સારા પગારના લાભમાં અન્ય સ્કૂલમાં જોડાય જાય છે. શિક્ષકોને નોકરી પર રાખનારી સ્કૂલે શિક્ષકને ટ્રેનિંગ આપવાની જરૂર રહેતી નથી.

આ અમૂલ્ય ભેટ છે
સ્કૂલમાં 10 વર્ષથી હોય તેવા 8 શિક્ષકોને 1 લાખ આપીને સન્માનિત કર્યા છે. 10 વર્ષ દરમિયાન ઘણી સ્કૂલોએ આ શિક્ષકોને વધુ પગારની ઓફર કરી હશે, પરંતુ શિક્ષકોએ સંસ્થા પ્રત્યે વફાદાર રહી કામ કર્યું છે. સંસ્થાની ફરજ છે કે તેમની જરૂરિયાત પૂરી કરે. આથી અમે શિક્ષકોને એક રકમ આપીને આભાર વ્યક્ત કર્યો છે. - અમિત શાહ, સ્કૂલ સંચાલક

અન્ય સમાચારો પણ છે...