શિક્ષણમંત્રીની સૂચનાનો ઉલાળ્યો:અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલે નામ વગરનો લેટર આપ્યો, પિન્ટુ ગારમેન્ટથી યુનિફોર્મ ખરીદવા આગ્રહ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્કૂલમાં ભણતા બાળકોને સ્કૂલનો યુનિફોર્મ કે અન્ય કોઈ વસ્તુ ચોક્કસપણે કોઈ એક જ જગ્યાએથી ખરીદવા દબાણ ના કરી શકાય તેવું શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી. છતાં શિક્ષણમંત્રીને છેતરીને અમદાવાદની સ્કૂલે પોતાના નામ વગરનો લેટર વાલીને આપીને ચોક્કસ દુકાનમાંથી યુનિફોર્મ ખરીદવા જણાવ્યું છે.

ફરિયાદ મળશે તો DEO કાર્યવાહી કરશે
આ અંગે DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે, કોઈ પણ સ્કૂલ આ પ્રકારે યુનિફોર્મ ખરીદવા ના કહી શકે, સ્કૂલ આવું કરે તો સ્કૂલ સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. અમને કોઈ ફરિયાદ મળી નથી, ફરિયાદ મળશે તો તપાસ કરીને કાર્યવાહી કરીશું.

સ્કૂલે એક લેટર આપ્યો જેમાં સૂચના હતી
સેટેલાઈટમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલે RTE સહિત સ્કૂલના બાળકોને સ્કૂલ શરૂ થઈ તે અગાઉ એક લેટર આપ્યો હતો. આ લેટરમાં સ્કૂલ શરૂ થતાં નોટબુક અને અન્ય વિગતો સાથે રાખવી જેવી સૂચના હતી અને લેટરના અંતમાં સ્કૂલ યુનિફોર્મ માટે બોડકદેવ આવેલી પિન્ટુ ગારમેન્ટ્સનું નામ લખ્યું હતું. સ્કૂલે સરકારના નિયમ વિરુદ્ધ જઈને આ પ્રકારે લેટર આપ્યો હતો, જેમાં સ્કૂલનું કમિશન હોવાની પણ શક્યતા છે.
એક વાલીએ ખરીદી કરેલું બિલ સામે આવ્યું
સ્કૂલે લેટર તો આપ્યો હતો પરંતુ ચાલાકી વાપરીને તેમાં ક્યાંય સ્કૂલનું નામ લખ્યું નથી. જેથી સ્કૂલના નામને લઈને વિવાદ ના થાય. શિક્ષણમંત્રીને આ મામલે કડક પગલાં લેવાનું પણ કહ્યું છે, છતાં કોઈ પણ ડર વિના સ્કૂલે યુનિફોર્મ માટેનો લેટર આપ્યો છે. એક વાલીએ આ લેટર લઈને પિન્ટુ ગારમેન્ટ્સમાં જઈને 2 મોજા, 2 ટીશર્ટ અને 1 હાફ પેન્ટ ખરીદ્યું હતું, જે માટે 1490 રૂપિયા બિલ પણ ચૂકવ્યું છે.

યુનિફોર્મ ખરીદવા પિન્ટુ ગારમેન્ટ્સનું નામ લખ્યું
વાલીએ કહ્યું કે એડમિશન માટે ગયા ત્યારે સ્કૂલે રૂબરૂ જ હાથમાં કાગળ આપ્યા હતા અને તે મુજબ યુનિફોર્મ અને બુક્સ લાવવા કહ્યું હતું. બુક્સ તો બજારમાં મળી ગઈ હતી, પરંતુ યુનિફોર્મ માટે પિન્ટુ ગારમેન્ટ્સનું જ નામ આપ્યું હતું. જેથી અમે પિન્ટુ ગારમેન્ટ્સમાંથી ખરીદવા ગયા હતા. જોકે આ મામલે સ્કૂલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્કૂલના મેનેજમેન્ટમાંથી કોઈએ ફોન ઉઠાવ્યો નહતો.

અન્ય સમાચારો પણ છે...