તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓનો હોબાળો:અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી, RTE હેઠળ આપેલ પ્રવેશ બાદ વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કર્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • અમને જાણ કર્યા વિના જ અમને સ્કૂલના ગૃપમાંથી નીકાળી દીધા
  • RTE હેઠળ એડમિશન આપ્યા હતા પરંતુ એડમિશન ની રિસિપ્ટ આપી ન હતી

સ્કૂલોની શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે સત્રની શરૂઆતમાં જ સેટેલાઇટમાં આવેલ આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી સામે આવી છે. સ્કૂલ દ્વારા ગત વર્ષે RTE હેઠળ 1 ધોરણમાં પ્રવેશ લીધેલ બાળકોના એડમિશન 2 ધોરણમાં આવતા રદ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલે એડમિશન અચાનક જ રદ કરતા વાલીઓ સ્કૂલ પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો પરંતુ સ્કૂલ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.
ઓનલાઇન ક્લાસ માટેના ગૃપમાંથી 28 વાલીઓને નીકાળી દેવાયા
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ દ્વારા 2 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. નવું સત્ર શરૂ થતાં જ ઓનલાઇન ક્લાસ માટેના ગૃપમાંથી 28 વાલીઓને નીકાળી દેવામાં આવ્યા છે. અચાનક જ એડમિશન કેન્સલ કરવામાં આવતા વાલીઓ મુઝવણમાં મુકાયા છે. વર્ષ ચાલુ થયું ત્યારે જ સ્કૂલ દ્વારા RTE હેઠળના એડમિશન વિના કોઈ કારણે રદ કરવામાં આવ્યા છે ઉપરાંત ગત વર્ષે એડમિશન લીધું ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન અંગેની કોઈ રેસિપ્ટ આપવામાં આવી ન હોતી માત્ર સ્કૂલના વોટસએપ ગ્રુપમાં જ એડ કરવામાં આવ્યા હતા.

સ્કૂલે એડમિશન અચાનક જ રદ કરતા વાલીઓ સ્કૂલ પહોંચ્યા હતા
સ્કૂલે એડમિશન અચાનક જ રદ કરતા વાલીઓ સ્કૂલ પહોંચ્યા હતા

2 કલાકથી સ્કૂલની બહાર રજૂઆત કરવા ઊભા છીએ: વાલી
ગૌરવ પ્રેસ વાલા નામના વાલીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી દીકરીનું ગયા વર્ષે RTE હેઠળ સ્કૂલમાં એડમિશન થયું હતું જે માટે અમે રિસિપ્ત માંગી હતી પરંતુ આપી ન્હોતી. ગયા વર્ષે શૈક્ષણિક કાર્ય ચાલુ થયું ત્યારથી અમને રેગ્યુલર ઓનલાઇન ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 2 દિવસ અગાઉ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થયું પરંતુ એમને ગ્રુપમાંથી નીકાળી દીધા હતા. અત્યારે 2 કલાકથી સ્કૂલની બહાર રજૂઆત કરવા ઊભા છીએ છતાં કોઈ જવાબ મળતો નથી. સ્કૂલના કારણે અમારા બાળકોના ભવિષ્ય પર અસર થશે.

2 દિવસ અગાઉ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થયું પરંતુ એમને ગ્રુપમાંથી નીકાળી દીધા હતા: વાલીનો હોબાળો
2 દિવસ અગાઉ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થયું પરંતુ એમને ગ્રુપમાંથી નીકાળી દીધા હતા: વાલીનો હોબાળો

સ્કૂલ ગ્રુપમાંથી જાણ કર્યા વિના જ નીકાળી દેવાયા: વાલી
ભૂમિકા પટેલ નામના વાલીએ જણાવ્યું હતું કે, ઓનલાઇન સ્ટડી માટેનું સ્કૂલનું ગ્રુપ છે તેમાંથી અમને જાણ કર્યા વિના જ નીકાળી દેવામાં આવ્યા હતા. સ્કૂલ શરૂ થઈ ગઈ છે પરંતુ અમારા બાળકોનો અભ્યાસ અટકી ગયો છે.અમે RTE હેઠળ જ એડમિશન લીધું હતું જેમાં એમને રીસિપ્ત આપવામાં આવી નથી માત્ર ગ્રુપમાં જ એડ કરવામાં આવ્યા હતા..

અન્ય સમાચારો પણ છે...