ગાર્ડનમાં લૂંટારુઓથી સાવધાન:અમદાવાદના વસ્ત્રાપુર ગાર્ડનમાં અજાણ્યા શખ્સે યુવકને ભરબપોરે છરી બતાવી રૂ.10 હજારની લૂંટ ચલાવી

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાને કારણે બેરોજગારી વધવાથી લૂંટફાટના કિસ્સાઓ પણ વધવા લાગ્યા છે. અમદાવાદ શહેરમાં લૂંટનો વધુ એક બનાવ સામે ઓવ્યો છે. શહેરમાં આંશિક લોકડાઉન ખુલ્યા બાદ લેક-ગાર્ડન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે વસ્ત્રાપુર ગાર્ડનમાં રવિવારે ભરબપોરે એક યુવકને અજાણ્યા શખ્સએ છરી બતાવી લૂંટી લીધો હતો. લૂટારુંએ અંદાજે 8000થી 10000 રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ વસ્ત્રાપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આરોપીની તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વસ્ત્રાપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે વસ્ત્રાપુર ગાર્ડનમા છરી બતાવી લૂંટ ચલાવવામાં આવી છે. જેથી વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વસ્ત્રાપુર ગાર્ડનમાં રવિવારે બપોરે યુવક બેઠો હતો. આ દરમ્યાનમાં એક વ્યક્તિએ આવીને છરી બતાવી કહ્યું કે તારી પાસે જે હોય તે આપી દે. યુવક પાસેથી અંદાજીત રૂ.8000થી 10000ની મતાની લૂંટ કરી આ શખ્સ ફરાર થઈ ગયો હતો. વસ્ત્રાપુર પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.