તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • An Underground Subway Will Be Built Outside Sola Civil Hospital In Ahmedabad, Now Ambulances, Doctors And Rickshaws Will Not Have To Travel Up To 2 Km.

રસ્તાનો વિકાસ:અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની બહાર અંડર ગ્રાઉન્ડ સબ-વે બનશે, હવે એમ્બ્યુલન્સ, ડોક્ટર્સ અને રિક્ષાને 2 કિ.મી સુધી ફરવું નહીં પડે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ.જી હાઈવે પર નીચે જમીન માર્ગીય રસ્તો અને ઉપર 4.18 કિ.મીનો એલિવેટેડ ફ્લાય ઓવર તૈયાર થશે
  • છારોડી સર્કલ પાસે પણ 15.85 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવાની તૈયારીઓ શરૂ
  • સોલા પાસે ટ્રાફિકના કારણે અનેકવાર એમ્બ્યુલન્સ- ડોક્ટર્સ ફસાઈ જાય છે

અમદાવાદની સોલા સિવિલમાં દરરોજ હજારો લોકોની અવર-જવર થતી હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી જાય છે. સાથે જ દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સ તેમજ ડોક્ટર્સને સોલા સિવિલ આવવા માટે 2 કિ.મી ફરીને જવું પડે છે. જેને ધ્યાન માટે લેતા હવે અહીં અંડર ગ્રાઉન્ડ સબ-વે બનાવવામાં આવી રહ્યો છે. જેના કારણે હવે એમ્બ્યુલન્સ, ડોક્ટર્સ તેમજ રિક્ષા ચાલકો સિક્સ લેનની જગ્યાએ અંડર ગ્રાઉન્ડ સબ-વે પરથી પસાર થઈ સિધી સિવિલમાં પ્રવેશ કરી શકશે. આ માટે કેન્દ્ર તરફથી 4.76 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

સોલા સિવિલ માટે બનશે અંડર ગ્રાઉન્ડ સબ-વે
અમદાવાદ-ગાંધીનગર જતા હાઈવે પર દરરોજ 1 લાખથી વધુ વાહન ચાલકોની અવર-જવર થતી હોય છે. જેના કારણે સોલા સિવિલમાં આવતા દર્દીઓને લાવા લઈ જવામાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. ટ્રાફિકના કારણે અનેકવાર એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે. તેમજ સોલા સિવિલમાં જવા માટે એમ્બ્યુલન્સને 2 કિ.મી સુધી ફરીને જવું પડે છે જેમા દર્દીઓના સ્વાસ્થ પર ભારે જોખમ ઉભું થાય છે. જોકે હવે આગામી દિવસોમાં આ મુશ્કેલી દૂર થઈ જશે. તાજેતરમાં જ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે સોલા સિવિલ માટે અંડર ગ્રાઉન્ડ સબ-વે બનાવવા માટેના ગ્રાન્ટની માંગણી કરી હતી. જે બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગઢકરીએ આ પ્રોજેક્ટ માટે 4.76 કરોડની ગ્રાન્ડની મંજૂરી આપી દીધી છે. જે બાદ હવે ટૂંક સમયમાં અંડર ગ્રાઉન્ડ સબ-વેની કામગીરી શરૂ થઈ શકે છે.

અગાઉ નિતિન પટેલે એલિવેટેડ ફ્લાય ઓવરનું નિરીક્ષણ કર્યું હતું
અગાઉ નિતિન પટેલે એલિવેટેડ ફ્લાય ઓવરનું નિરીક્ષણ કર્યું હતું

ગુજરાતનો સૌથી મોટો એલિવેટેડ ફ્લાય ઓવર અમદાવાદમાં
અમદાવાદથી ગાંધીનગર જતા હાઈવે પરના ટ્રાફિકને હળવો કરવા માટે અનેક ફલાય ઓવરના નિર્ણામ થઈ રહ્યા છે. ત્યારે થલતેજ અંડરપાસથી ગોતા સુધીમાં કુલ 4.18 કિ.મી એલિવેટેડ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે જે પૈકી 1.18 કિ.મીનું કામ પૂર્ણ થઈ જતા ગઈકાલે એક તરફનો રસ્તો વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો છે. અંદાજે 325 કરોડમાં બની રહેલા આ એલિવેટેડ બ્રિજથી વાહન ચાલકોને છેક હાઈકોર્ટ સુધી કોઈપણ જગ્યાએ ઉભા રહેવાનું થશે નહીં. આ બાબતે નિતિન પટેલે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં સિક્સ લેન હાઈવે પર અમદાવાદમાં સૌથી મોટો એલિવેટેડ ફ્લાય ઓવર બની રહ્યો છે. સામાન્ય રીતે કહીંએ તો બે માળનો નવો રસ્તો બનશે. જેમા એક નીચે જમીન માર્ગિય રસ્તો અને ઉપર 4.18 કિ.મીનો આ એલિવેટેડ ફ્લાય ઓવર તૈયાર થશે. આ સિવાલ છારોડી સર્કલ પાસે પણ ફ્લાય ઓવર બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી 15.85 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

ઉજાલા સર્કલના ફ્લાય ઓવરને પણ સિક્સ લેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે
ઉજાલા સર્કલના ફ્લાય ઓવરને પણ સિક્સ લેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે

ઉજાલા સર્કલે પણ બનશે સિક્સ લેન ફ્લાય ઓવર
અમદાવાદના ઉજાલા સર્કલના ફ્લાય ઓવરને પણ સિક્સ લેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં ઉજાલામાં ફોર લેન ફ્લાય ઓવર છે. એટલે કે અમદાવાદથી ગાંધીનગરને જોડાતો સમગ્ર રસ્તો જ્યારે સિક્સ લેન છે તો માત્ર ઉજાલા સર્કલનો ફોન લેન રહે તો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા પડી શકે છે જેના કારણે હવે ઉજાલા ફ્લાય ઓવરને પણ પહોળો કરી સિક્સ લેનમાં ફેરવવામાં આવશે. જેમા માટે પણ કેન્દ્ર સરકારે 13.54 કરોડની ગ્રાન્ટની મંજૂરી આપી છે. આ રીતે છેલ્લા 1 અઠવાડિયામાં કેન્દ્ર સરકાર તરફથી અમદાવાદ માટે 64.45 કરોડની ગ્રાંડ મંજૂર થઈ છે.

થલતેજથી ગોતા સુધી સિક્સ લેન એલિવેટેડ કોરીડોર બનાવવાનુ કાર્ય ઝડપથી પૂર્ણતાના આરે
થલતેજથી ગોતા સુધી સિક્સ લેન એલિવેટેડ કોરીડોર બનાવવાનુ કાર્ય ઝડપથી પૂર્ણતાના આરે

ઝાયડસ સર્કલ પર ખૂબ ટ્રાફિક રહેતો હતો
સરખેજ-ગાંધીનગર હાઇવે પર સિક્સ લેન રસ્તો ખુલતા નાગરિકોને અવરજવર કરવામાં ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામા સમય અને નાણાંની બચત થશે એમ જણાવતાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, થલતેજ અંડરપાસથી પસાર થયા બાદ ઝાયડસ સર્કલ સુધી ખૂબ ટ્રાફિક રહેતો હતો. જેથી નાગરિકોની સુખાકારી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત નિર્ણય લઈને થલતેજથી ગોતા સુધી સિક્સ લેન એલિવેટેડ કોરીડોર બનાવવાનુ કાર્ય ઝડપથી પૂર્ણતાના આરે છે. જેમાથી 1.48 કિમીનું એક માર્ગીય કાર્ય પૂર્ણ થતાં નાગરિકો વાહનવ્યવહાર કરી શકશે. ગઈકાલથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની સાથે ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, માર્ગ અને મકાન વિભાગના પદાધિકારીઓ અધિકારીઓ, કાઉન્સિલરઓ ઉપસ્થિત રહ્યા હતા.