વિમર્શ:સાયબર ક્રાઈમના ગુનાઓથી બચવા મહિલાઓ માટે ઓનલાઇન વેબીનાર યોજાયો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘સાઇબર ક્રાઇમ અગેન્ટ્સ વુમન’ ના વિષય પર અને અન્ય બાબતો પર અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
  • મુખ્ય વકતા તરીકે કાયદાશાસ્ત્રમાં PHDઅને યુનાઈટેડ વર્લ્ડ સ્કુલ ઓફ લોમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. દેબારતી હલદર હતા

અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આ પ્રકારના ગુનાઓ પર અંકુશ મેળવવાના અથાક પ્રયત્નો થઈ રહ્યાં છે. તેમ છતાંય ગુનેગારો કોઈ પણ જાતના કાયદાના ડર વિના અલગ અલગ પ્રકારે ગુનાઓ આચરી રહ્યાં છે. સાયબર ક્રાઈમ વિભાગ પણ આવા ગુનેગારોને ઝડપી પાડી જેલ હવાલે કરે છે. સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવા રાષ્ટ્રીય કમિશન ફોર વુમન એક સંસ્થા તરીકે કાર્ય કરે છે. આ સંસ્થા દ્વારા મહિલાઓને આવા સાયબરથી બનતા ગુનાઓથી બચવા '' સાઇબર ક્રાઇમ અગેન્ટ્સ વુમન '' ના વિષય પર અને અન્ય બાબતો પર પ્રથમ રીજીયોનલ ચર્ચા અને પરામર્શનુ આયોજન કરવામાં આવ્યું હતું.

‘સાઇબર ક્રાઇમ અગેન્ટ્સ વુમન’ વિષય પર પરામર્શ
શહેરની મહિલાઓને સાયબર ક્રાઈમના ગુનાઓથી સાવચેત રહેવા તથા બચવા માટે રાષ્ટ્રીય કમિશન ફોર વુમન તરફથી '' સાઇબર ક્રાઇમ અગેન્ટ્સ વુમન '' ના વિષય પર અને અન્ય બાબતો પર પ્રથમ રીજીયોનલ ચર્ચા અને પરામર્શનુ ઓનલાઈન માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મહિલાઓ સામેના સાયબરના ગુનાઓ અંગેના અન્ય નિષ્ણાતોએ માહિતી આપી હતી. મુખ્ય વકતા તરીકે કાયદાશાસ્ત્રમાં PHDઅને યુનાઈટેડ વર્લ્ડ સ્કુલ ઓફ લોમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો દેબારતી હલદર હતા

અશ્લિલ સાહિત્ય માટે જે તે વેબસાઈટ જવાબદાર
યુનાઈટેડ વર્લ્ડ સ્કુલ ઓફ લોમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો દેબારતી હલદર વેબસાઈટ પર સાઈબર પોર્ન તેમજ મહિલાઓની છેડતી તથા અશ્લીલ સાહિત્ય માટે માટે જે તે વેબસાઈટ જ જવાબદાર હોય છે જે તેમણે આવી સામગ્રી હટાવવી જ જોઈએ આ સિધ્ધાંતને લઈ NGO સાથે કાર્યરત છે.

મહિલાઓ સામે થતા સાયબર ગુનાઓ અંગે પુસ્તક લખ્યું
ડૉ દેબારતી હલદર 2017 માં મહિલાઓ તેમજ છોકરીઓ સાથે થતા આવા સાયબરના ગુનાઓ અને બદલાની ભાવના સાથે થતા પોર્ન ગુનાઓ વિશે ભારતમાં અવાજ બુલંદ કરનાર પ્રથમ પ્રોફેસર હતા તેમજ તેમણે આ પ્રકારના ગુનાઓ પર અંકુશ રાખવા માટે મોડલો રજુ કરેલા છે. ભારત સરકારના મીનીસ્ટ્રી ફોર વુમન એન્ડ ચાઈલ્ડમાં પણ તેમણે મોડલો રજુ કરેલા છે. મહિલાઓ સામે થતા સાયબર ગુનાઓ અંગે પુસ્તક લખ્યું છે. સાયબર ગુનાઓના ભોગ બનેલી મહિલાનો ઉત્કર્ષ માટેના સેન્ટરના સ્થાપક પણ તેઓ છે.

અન્ય સમાચારો પણ છે...