સલામતીના ભાગરૂપે રાજ્યની તમામ શાળાના આચાર્યો-શિક્ષકો માટે આપત્તિ-જોખમનો ઓનલાઇન કોર્સ તૈયાર કરાયો છે. આ કોર્સ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં તૈયાર કરાયો છે, સાથે જ આ કોર્સ 15 જૂન સુધીમાં આચાર્યો અને શિક્ષકોએ પૂર્ણ કરવાનો રહેશે. ત્રણ યુનિટના આ કોર્સને અંદાજે 5થી 6 કલાકમાં પૂર્ણ કરી શકાશે. ત્યાર બાદ તમામ આચાર્યો અને શિક્ષકોને એક પ્રમાણપત્ર પણ અપાશે.
કોર્સને લખતી અન્ય વિગતો જાણવા અહીં ક્લિક કરો
5થી 6 કલાકમાં આ કોર્સ પૂર્ણ કરી શકાશે
આ કોર્સ જોખમો સમયે પોતાને કે સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એવો ઉમદા હેતુ સમાયેલો છે. દીક્ષા પ્લેટફોર્મ પરથી ઓનલાઈન માધ્યમ થકી આ કોર્સમાં જોડાઈ શકાય છે. કોર્સ કુલ 3 યુનિટમાં તૈયાર કરવામાં આવ્યો છે. શિક્ષણજગત સાથે જોડાયેલી કોઈપણ વ્યક્તિ 5થી 6 કલાકમાં આ કોર્સ પૂર્ણ કરી જોખમ સામે રક્ષણ માટેનું માર્ગદર્શન મેળવી શકે છે, સાથે જ આ કોર્સ ગુજરાતી તેમજ અંગ્રેજી બંને ભાષામાં છે, જેથી કોઈને સમસ્યા ન થાય. કોર્સ પૂર્ણ થયા બાદ દીક્ષા પ્લેટફોર્મ પરથી ઓનલાઈન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાશે.
કોર્સ દીક્ષા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો છે
GIDMના સહયોગ દ્વારા બી.આર.સી.કો.ઓ, સી.આર.સી.કો.ઓ. આચાર્યો તેમજ અન્ય શિક્ષકોને કુદરતી આપત્તિઓ સામે શાળાઓની સલામતીના ભાગરૂપે વિવિધ પદ્ધતિઓથી ઓફલાઇન ટ્રેનિંગ આપવામાં આવે છે. વર્તમાન સંજોગોમાં કોવિડ-19 મહામારીને કારણે શાળા સલામતી ભાગરૂપે માર્ગદર્શન આપતો એક બેઝિક કોર્સ ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાના સંપૂર્ણ સહયોગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને એને દીક્ષા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.