તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નિકોલના આકાંક્ષા ટેનામેન્ટ પાસે દૂધ લેવા ગયેલા વૃદ્ધને ગાયે અડફેટે લેતાં ગંભીર ઈજાથી મોત

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નિકોલના આકાંક્ષા ટેનામેન્ટમાં રહેતા દામોદરલાલ અગ્રવાલ (ઉ.વ.87) ગત 19 તારીખે તેમની સોસાયટીના પાછળ આવેલ ખુલ્લા ખેતરમાંથી દૂધની ડેરીએ દૂધ લેવા જતા હતા, દરમિયાન અચાનક ગાય તેમની પાછળ દોડી આવી હતી, જોકે દામોદરલાલે ગાયને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગી શક્યા ન હતા, દરમિયાન ગાય દોડીને તેમની પાછળ આવીને તેમને શિંગડું માર્યું હતું, આથી દામોદરલાલ 5 ફૂટ ઊંચે ઊછળીને જમીને પટકાઈ જતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના જોઈને આસપાસના લોકોએ ગાયને ત્યાંથી ભગાડી દીધી હતી અને 108ને ફોન કરીને દામોદરલાલને સારવાર માટે રખિયાલ ખાતે આવેલ નારાયણી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ગત 9 મેએ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો