તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:અમદાવાદ સિવિલમાં પત્નીનું ઓપરેશન કરાવવા માટે આવેલા વૃદ્ધને પૈસા મંતરી આપવાનું કહી બે ગઠિયા 60 હજાર લઈને ફરાર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( ફાઈલ ફોટો)
  • બે ગઠિયાઓએ વૃ્દ્ધ પાસે આવીને તેમને વાતોમાં ભોળવીને એકનો સિક્કો કંકુવાળો કરીને વિશ્વાસમાં લીધા અને બાદમાં ઠગાઈ કરી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનાસકાઠાના સુઈગામ ખાતેથી પત્નીનું ગાંઠનું ઓપરેશન કરાવવા માટે આવેલા સિનિયર સિટીઝનને બે ગઠિયા છેતરીને 60 હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયાં હતાં. આ ઘટનાની ફરિયાદ શાહિબાગ પોલીસને કરતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

પત્નિ લીલાબેનને આંતરડામાં ગાંઠ થઈ હતી
ખોડાજી રાજપૂત નામનાં ખેડુત બનાસકાંઠાના સુઈગામ ખાતે રહે છે. થોડા સમય પહેલા તેઓની પત્નિ લીલાબેનને આંતરડામાં ગાંઠ થઈ હતી. જેની સારવાર માટે તેઓ પાટણની સિવિલ હોસ્પિટલ ગયા હતા. ત્યાનાં તબીબે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવાનું જણાવ્યુ હતુ. જેથી 16મી માર્ચે વૃધ્ધ અસારવા સિવિલ હોસ્પિટલનાં કેન્સર વિભાગમાં ગયા હતા. જ્યાં તબીબે તેઓની પત્નિનું આતંરડાનું ઓપરેશન કરવાનું જણાવ્યુ હતુ.

ખોડાજીએ શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ખોડાજીએ શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

શખ્સોએ ખોડાજી પાસે એક રૂપિયાનો સિક્કો માંગ્યો
23મી માર્ચે ખેડાજીની પત્નિ લીલાબેનનું સિવિલ હોસ્પિટલમાં આંતરડાનુ ઓપરેશન થયુ હોવાથી તેઓનો દિકરો અને ભત્રીજો પત્નિ સાથે હોસ્પિટલમા રોકાયા હતા અને ખેડુત સિવિલ હોસ્પિટલ સામે જીવરાજ માસ્તરની ચાલીમાં આવેલા રાજપૂત સમાજ ભવનમાં રોકાયા હતા. તેઓ 25મી માર્ચે ગુરૂવારનાં રોજ ઓપરેશન માટે સવારે સિવિલ હોસ્પિટલમાં જતાં હતાં ત્યારે રસ્તામાં બે જણાએ તેમને ઉભા રાખીને તમે દેવમાં માનો છો? એવો સવાલ કર્યો હતો. બાદમાં બે શખ્સોએ ખોડાજી પાસે એક રૂપિયાનો સિક્કો માંગ્યો હતો અને ખોડાજીએ તેમને સિક્કો આપ્યો હતો.

મુઠ્ઠી ખોલીને જોતા સિક્કો કંકુવાળો થઈ ગયો
ત્યારે બે શખ્સમાંથી એક શખ્સે તે રૂપિયાનો સિક્કો પોતાની મુઠ્ઠીમાં બંધ રખાવ્યો હતો. ખોડાજીએ મુઠ્ઠી ખોલીને જોતા રૂપિયાનો સિક્કો કંકુવાળો થઈ ગયો હતો. જે બાદ શખ્સે ખોડાજી રાજપૂતને “તમારા પાસે બીજા પૈસા છે તે આપો મંતરી આપુ ” તેવુ કહેતા વૃધ્ધે પોતાનાં પાસે પૈસા ન હોવાનું જણાવ્યુ હતુ. જે બાદ બન્ને શખ્સોએ ખોડાજીનાં ખીસ્સાને અડીને પૈસા છે તેમ કહ્યુ હતુ. જેથી અંતે વૃધ્ધે પોતાનાં ખીસ્સામાંથી કોથળીમાં વીટાળેલી 500 રૂ. ના દરની 120 ચલણી નોટ એમ કુલ 60 હજાર રૂપિયા કાઢીને તે શખ્સનાં હાથમાં મુકી હતી.

શાહિબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ
તે શખ્સે રૂપિયા એક સફેદ કાગળમાં મુકીને પોતે પાછળ ફરીને આ પૈસા લઈ લઉ કે પાછા આપુ તેવુ કહેતા શખ્સે વૃધ્ધને સફેદ પડીકુ આપીને રિક્ષામાં બેસીને બન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા.ખોડાજી રાજપૂતે થોડા આગળ ચાલીને પડીકુ ખોલીને જોતા તેમાં કાગળનાં ડુચા હતા. જેથી તે બન્ને શખ્સોએ વાતોમાં ભોળવી તેઓની પાસેનાં 60 હજાર લઈને ફરાર થઈ જતા આ મામલે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો