તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
55 દિવસ પહેલાં હાર્ટ એટેકથી પત્નીનું મૃત્યુ થતા આઘાતમાં સરી ગયેલા નિવૃત્ત બેંક કર્મચારીએ ગુરુકુલ રોડ પરની હોટેલમાં હાથની નસો કાપી આપઘાત કર્યો હતો.
ભાવનગરમાં રહેતા વિજયકુમાર ગોરડિયા(60) શુક્રવારે સાંજે 6 વાગ્યે ગુરુકુલ રોડ પરની દેવ ભવન હોટેલમાં રોકાયા હતા. વિજયકુમારે આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ આપતા તેમને રૂમ નંબર-6 અપાયો હતો. સવારે 10 વાગ્યે ચેક આઉટનો સમય હોવાથી હોટેલના કર્મચારીએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ વિજયકુમારે દરવાજો ખોલ્યો ન હતો. આથી કોઈ અઘટિત ઘટના બની હોવાનું માનીને કર્મચારીએ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઘાટલોડિયા પોલીસ આવી પહોંચી હતી. પોલીસે ફાયરબ્રિગેડના જવાનોની મદદથી હોટેલના રૂમનો દરવાજો તોડીને જોયું તો વિજયકુમાર લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. તેમણે બંને હાથના કાંડાની નસો કાપી દીધી હતી. વિજયકુમારના મોબાઇલ ફોન તેમજ તેમણે આપેલા પુરાવાના આધારે પોલીસે તેમના જમાઈ જતીનભાઈને જાણ કરી હતી.
એકલવાયા જીવનથી તંગ આવી ગયા હોવાનું લખ્યું
ઘાટલોડિયાના પીઆઈ વાય. આર. વાઘેલાએ જણાવ્યું હતું કે, વિજયકુમાર નિવૃત્ત બેંક કર્મચારી હતા. તેમણે આત્મહત્યા કરતા પહેલાં ચિઠ્ઠી લખી હતી, જેમાં તેઓ પત્નીના અવસાન બાદ એકલવાયા જીવનથી તંગ આવી ગયા હોવાથી આ પગલુ ભર્યું હોવાનું લખ્યું હતું.
વેજલપુરમાં 80 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા
વેજલપુર ગામમાં ગઈકાલે 80 વર્ષની વૃદ્ધાની માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી છે. એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધા બે દિવસથી બહાર દેખાયાં ન હતાં, જેથી ભાડૂઆતે જોતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. તેણે વૃદ્ધાના દીકરાને જાણ કરી હતી તેમજ મૃતદેહ પરથી ઘરેણાં પણ ગાયબ હતાં. અંગત અદાવત અથવા પારિવારિક સંબંધોમાં ખટરાગને લઈ હત્યા કરાઈ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. આ હત્યા કોઈ જાણકાર વ્યક્તિએ કરી હોવાની શક્યતાના આધારે વેજલપુર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ સમગ્ર વિસ્તાર તપાસ શરૂ કરી છે.
સિનિયર સિટિઝનની સુરક્ષાને લઈને સવાલ
શહેરમાં એકલાં રહેતાં સિનિયર સિટિઝન વૃદ્ધાની હત્યાથી ફરી સુરક્ષાને લઈને સવાલ ઊઠી રહ્યા છે. પોલીસની SHE ટીમ સિનિયર સિટિઝન માટે કામ કરતી હોવાના દાવા વચ્ચે હત્યાનો બનાવ બન્યો છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.