અકસ્માત:અમદાવાદમાં જૂના વાડજમાં બીઆરટીએસ બસે ટક્કર મારતા વૃદ્ધનું મોત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દીકરીને મળવા વૃદ્ધ સુરેન્દ્રનગરથી આવ્યા હતા

સુરેન્દ્રનગરથી પોતાની દીકરીને મળવા આવેલા વૃદ્ધ જૂના વાડજ બીઆરટીએસ સ્ટેન્ડ પાસેથી ચાલતા પસાર થતા હતા તે સમયે બીઆરટીએસ બસે ટક્કર મારતા ઈજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલ દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું.

સાણંદના મોરૈયા ગામે રહેતા દિલીપ વાઘેલા મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેમના 65 વર્ષીય પિતા બાબુભાઈ વાઘેલા સુરેન્દ્રનગર રહેતા હતા. ગુરુવારે સવારે બાબુભાઈ જૂના વાડજ એએમટીબસ સ્ટેન્ડ પાસેથી ચાલતા પસાર થતા હતા, ત્યારે બીઆરટીએસ બસચાલકે ટક્કર મારતા બાબુભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. રાહદારીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા જ્યાં સારવાર દરમિયાન બાબુભાઈનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક બાબુભાઈના દીકરા દિલીપભાઈએ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીઆરટીએસ બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...