તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:MP કે MLA શહેરી સહકારી બેન્કના ડિરેક્ટર નહીં બની શકે; ડિરેક્ટર બની ગયેલા સાંસદ, ધારાસભ્યે રાજીનામું આપવું પડશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેનેજિંગ ડિરેક્ટર બનવા સીએ, સીએસ કે બેન્કિંગની ડિગ્રી જરૂરી છે

આરબીઆઇએ એક પરિપત્ર બહાર પાડી અર્બન કો-ઓપરેટિવ બેન્કમાં ઉચ્ચ હોદા માટે ક્વોલિફિકેશન નક્કી કર્યું છે. હવે સંસદ સભ્ય, ધારાસભ્ય કે કોર્પોરેટર આ બેન્કમાં ડિરેક્ટર બની શકશે નહીં અને હશે તો રાજીનામું આપવું પડશે. આ ઉપરાંત શહેરી સહકારી બેન્કના એમડી પણ પ્રોફેશનલ હોવા જરૂરી છે. માત્ર રાજકીય પદની રૂએ બેન્કમાં હોદ્દો મળશે નહીં.

રાતોરાત કો-ઓપરેટિવ સેકટરમાં અંકુશ લાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પરિપત્ર કરી ધારાસભ્ય, સાંસદ સભ્ય અને મ્યુનિસિપલ કાઉન્સિલર અર્બન કો-ઓપરેટિવ બેન્કમાં ડાયરેક્ટર ના બની શકે તેવો નિયમ કર્યો છે. આવી જગ્યા ધરાવતા દરેક ડાયરેક્ટરોએ તાત્કાલિક ધોરણે ડાયરેક્ટરપદેથી રાજીનામું આપવું પડશે. વધારામાં અર્બન બેન્કના કો-ઓપરેટિવ બેન્કમાં મેનેજિંગ ડિરેક્ટરપદે નિયુક્ત થયેલી વ્યક્તિ પોસ્ટ ગ્રેજ્યુએટ, ફાઇનાન્સ ગ્રેજ્યુએટ, સીએ, સીએસ કે ડિપ્લોમા ઇન બેન્કિંગનો અભ્યાસ કરેલો કે કો-ઓપરેટિવ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો હોવો જોઇએ.

આ ક્વૉલિફિકેશન હોય તો જ મેનેજિંગ ડિરેક્ટરપદે નિયુકત થઇ શકશે. આમ રાતોરાત આરબીઆઇએ પરિપત્ર કરીને અર્બન કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટરપદને હચમચાવી નાખ્યું છે. આને લઇને બધી કો-ઓપરેટિવ બેન્કના મેનેજિંગ ડિરેક્ટરે રાજીનામા આપવા પડશે અને પ્રોફેશનલ લોકોની નિમણૂક કરવી પડશે. આને લઇને પ્રોફેશનાલિઝમના યુગનો પ્રારંભ થશે અને સગાંવાદ અને કુંટુંબવાદનો અંત આવશે તેમજ રાજકીય વગનો બેન્કમાં હોદ્દા માટે ઉપયોગ બંધ થશે.

અન્ય સમાચારો પણ છે...