પોરબંદર દરિયામાંથી પકડાયેલા 7 ઈરાનીઓની પૂછપરછમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાંથી એક ઈરાની દોઢ વર્ષમાં 5 દેશોમાં અલગ અલગ સમયે 1 હજાર કિલોથી વધુ ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી ભારતમાં પણ અગાઉ એક આરોપી મુલાકાત કરી હોવાનું સામે આવતાં જ ગુજરાત એટીએસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ઈબ્રાહીમ અગાઉ કોચિન બંદરે આવી ચૂક્યો છે
ગુજરાત ATSએ દરિયાઇ સીમામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડેલા 7 ઈરાનીઓની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયાં છે. ઇબ્રાહીમ બક્ષી નામના પકડાયેલા આરોપીએ અલગ અલગ 5 દેશોમાં હેરોઈન સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી ઇબ્રાહીમ છેલ્લાં દોઢ વર્ષમાં આશરે 1 હજાર કિલોથી વધુ હેરોઇન અલગ અલગ સમયે 5 દેશોમાં સપ્લાય કર્યો હોવાનો ખુલાસો થયો છે. જેમાં આફ્રિકાના દેશો સહિત તાન્ઝાનિયા, જાંજીબાર, યમન, મસ્કત સહિતના દેશોમાં હેરોઇન સપ્લાય કર્યું હતું. જો કે આરોપી ઇબ્રાહીમ ભારતના કોચિનમાં પણ આવી ચૂક્યો હોવાથી ડ્રગ્સની ત્યાં પણ સપ્લાય કરી હોવાની ગુજરાત એટીએસે શંકા વ્યક્ત કરી છે. પરંતું 7 ઈરાની આરોપીઓની પૂછપરછમાં ભારતમાં પ્રથમ વખત ડ્રગ્સનો જથ્થો આપવા આવ્યા હોવાનું કહી રહ્યા છે.
પાક. ડ્રગ્સ માફિયા ઈરાની દરિયાઈ સીમામાં ડ્રગ્સ પહોંચાડતા
ગુજરાત ATSની ગિરફ્તમાં રહેલા 7 ઈરાની આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં પાકિસ્તાનીઓ ઈરાનીઓ પાસે દેશભરમાં ડ્રગ્સનો જથ્થો હેરાફેરી કરાવતા હોવાનું સ્વીકાર્યુ છે. પકડાયેલા ઈરાનીઓએ કબૂલાત કરી છે કે, ઈરાનનાં કોણાર્ક પોર્ટ, તેની આસપાસના બંદરોથી ઈરાનની દરિયાઇ સીમામાંથી 90 નોટિકલ માઈલ પર પહોંચી જાય બાદમાં બે દિવસ દરિયામાં માછીમારો ખેડે. બે દિવસ બાદ પાકિસ્તાની બોટ ત્યાં પહોંચી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સનો જથ્થો ઈરાનીઓને બોટમાં આપી દેતા હતા અને પછી ઈરાનીઓને કેરિયર બની દેશભરમાં ડ્રગ્સનો સપ્લાય થતું હતું.
કોસ્ટગાર્ડ કે દરિયાઈ એજન્સીઓથી બચવા ડ્રગ્સનો જથ્થો દરિયામાં લટકાવતાં
આ કેસમાં પાકિસ્તાની ગુલામ નામના શખસનું નામ સામે આવ્યુ છે. જે દિશામાં પણ તપાસમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈરાનીઓ ડ્રગ્સનો જથ્થો લઇને નીકળે ત્યારે કોસ્ટગાર્ડ કે અન્ય દરિયાઇ સીમા સુરક્ષાની બોટ દેખાય તો ડ્રગ્સનો જથ્થો છૂપાવવા માછીમારો જાળ બાંધી દરિયાની અંદર લટકાવી દેતા હોય છે, જે બાદ બહાર કાઢી દેતા હોય છે.
સેટેલાઈટ ફોનના સંપર્ક જાણવા તપાસ
આરોપી પાસેથી મળી આવેલા સેટેલાઇટ ફોન અને હાઈફ્રિવન્સી વી.એસ.એફ અને એસ.એસ.બી (સિંગલ સાઈડ બેન્ડ)ની ટેક્નિકલ તપાસ હાથ ધરી છે. સાથે જ સેટેલાઇટ ફોનમાંથી લોકેશન અને અન્ય દેશોમાં થયેલા સંપર્ક અગે એટીએસ તપાસ હાથ ધરી છે. જે બાદ અન્ય ડ્રગ્સ પેડલરો નામ સામે આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.