'રવિ'ની બદલીનું રાજકારણ:જયંતી રવિની અચાનક બદલી પાછળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેની આંતરિક લડાઈ કારણભૂત...!!

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં તાત્કાલિક અસરથી લેવાયેલા નિર્ણયોના વિવાદમાં જયંતી રવિની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હતી

ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન આરોગ્ય અગ્ર સચિવ તરીકેની ફરજ બજાવવાની સાથે અનેક વિવાદોમાં ફસાયેલા જયંતી રવિની એકાએક બદલી થવા પાછળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેની આંતરિક લડાઈ કારણભૂત હોવાનું ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે. આરોગ્યમંત્રી અને આરોગ્ય અગ્ર સચિવ સાથે થયેલા કેટલાક નિર્ણયોથી મુખ્યમંત્રી અજાણ રહ્યા હતા તો સીએમ સાથે થયેલા કેટલાક નિર્ણયોની જાણ આરોગ્યમંત્રી નીતિન પટેલને ન થતાં તેઓ નારાજ થયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર.

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીના નિર્ણયોથી મુખ્યમંત્રી અજાણ
ગુજરાતમાં કોરોનાકાળ સમયે આરોગ્ય સચિવ તરીકે જયંતી રવિની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા, ખાસ કરીને તેમના કેટલાક નિર્ણયોને કારણે સરકારને પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું, તેમાં પણ કોરોના દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીના આંતરિક વિવાદને કારણે જયંતી રવિની સ્થિતિ કફોડી બની ગઈ હતી, જેમાં કેટલાક નિર્ણયો મુખ્યમંત્રીની સૂચનાથી બારોબાર કરવામાં આવતાં નાયબ મુખ્યમંત્રી નારાજ થઈ જતા હતા તો કેટલાકમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી દ્વારા લેવાતા નિર્ણયોમાં મુખ્યમંત્રી પણ અજાણ રહેતાં એનો દોષ પણ જયંતી રવિના માથે ઠાલવવામાં આવતો હતો

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર.
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર.

‘મુખ્યમંત્રીની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ માહિતી મારી પાસે નથી’: નીતિન પટેલ નારાજ
તાજેતરમાં જ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે તૈયાર થઈ રહેલા બ્રિજની મુલાકાતે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલને પત્રકારોએ અમદાવાદમાં 1000 રૂપિયામાં વેક્સિનનું વેચાણ શરૂ થયું હોવાનો પ્રશ્ન પૂછતાં થોડા અકળાઈ ગયેલા ચહેર જવાબ આપ્યો હતો કે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે, રાજ્ય સરકાર કે મુખ્યમંત્રીની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ માહિતી મારી પાસે નથી. આવો ઉત્તર આપીને નીતિન પટેલ રવાના થઈ ગયા હતા.

આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિની ફાઈલ તસવીર.
આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિની ફાઈલ તસવીર.

કોરોનાના કેસ મામલે જયંતી રવિના આંકડાથી સીએમ અજાણ
ગત વર્ષે સુરતમાં કોરોના બેકાબૂ બનતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરત દોડી ગયા હતા. આ દરમિયાન પ્રેસ-કોન્ફરન્સમાં વિજય રૂપાણી રાજ્યની કોરોનાની પરિસ્થિતિ બતાવતાં કહ્યું હતું કે જિલ્લામાં 58 કેસ આવ્યા છે. આ દરમિયાન એક પત્રકાર દ્વારા વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું કે મેડમ જયંતી રવિએ તો 14 કેસ કહ્યું. ત્યારે એનો જવાબ આપતાં વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ‘મને ખબર નથી’.

જયંતી રવિ અનેક જવાબદારીઓથી ચૂક્યાં હોવાની ફરિયાદો
ખાસ કરીને કોરોનાના કહેર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન, હોસ્પિટલનાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા અને છેલ્લે વેક્સિનેશનની વ્યવસ્થામાં પણ સરકારના નિર્ણયોમાં એકસૂત્રતા ના જાળવતા કે બધા સિનિયર મંત્રી કે અધિકારીઓને વિશ્વાસમાં લેવામાં આવતા ના હોવાની ફરિયાદ ઊઠી હતી, જેમાં જયંતી રવિને જવાબદાર ઠેરવવામાં આવતા હતા.

અન્ય સમાચારો પણ છે...