વાલીઓ પર વધુ એક બોજ:અમદાવાદમાં સ્કૂલ વાનના ભાડાંમાં રૂ.200 અને રિક્ષા ભાડાંમાં રૂ.100નો વધારો; ઓછામાં ઓછું ભાડું રૂ.650 આપવું પડશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાવ વધારો આગામી ત્રણ વર્ષ સુધી રહેશે: અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન
  • અમદાવાદમાં 7500 સ્કૂલ વાન, 6500 સ્કૂલ રિક્ષા સહિત વર્ધીનાં 15 હજાર વાહન

સીએનજી ગેસ, પેટ્રોલ, વીમો, સ્પેરપાર્ટ્સ તેમ જ મોંઘવારીને પગલે સ્કૂલ વર્ધી એસોસિએશનને સ્કૂલ વર્ધીનાં વાહનોમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે. એસોસિએશને ત્રણ વર્ષ પછી સ્કૂલ વાનનું પાંચ કિમી સુધીનું માસિક ભાડું રૂ. 1800 અને સ્કૂલ રિક્ષાનું ભાડું રૂ.1050 કરાતા વાલીઓ પર આર્થિક બોજ વધશે. સ્કૂલ વાનમાં મિનિમમ ભાડું રૂ. 850 કરાયું છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને ભાવ વધારો આગામી ત્રણ વર્ષ સુધી રહેવાની જાહેરાત કરી છે. નવા ભાડાં મુજબ કિલોમીટર દીઠ સ્કૂલ વાનમાં રૂ. 200 અને સ્કૂલ રિક્ષામાં રૂ.100નો વધારો કરાયો છે

રિક્ષા ભાડું 650 અને વાનનું ભાડું 1000
નવા શૈક્ષણિક વર્ષથી સ્કૂલ અને રિક્ષા માટે મહત્તમ ભાડું 550થી વધારી 650 કરવામાં આવશે, જ્યારે સ્કૂલવાનનું ભાડું પ્રતિમાસ 850ની જગ્યાએ 1000 કરવામાં આવશે. છેલ્લે વર્ષ 2018માં સ્કૂલ રિક્ષા અને સ્કૂલવાનના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, જે ત્રણ વર્ષ બાદ સ્કૂલ વર્ધી એસોસિયેશને ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જો સ્કૂલ એક કિલોમીટરની અંદર હોય તો તેના માટે રિક્ષાનું મહત્તમ ભાડું રૂપિયા 650 લેવામાં આવશે, જ્યારે સ્કૂલવાનનું ભાડું પ્રતિમાસ 1000 લેવામાં આવશે.

સ્કૂલ વાન અને રિક્ષાના વધારેલાં ભાડાંના દર

કિલોમીટરસ્કૂલવાનસ્કૂલરિક્ષા
નવું ભાડુંનવું ભાડું
1 કિમી1000650
2 કિમી1200750
3 કિમી1400850
4 કિમી1600950
5 કિમી18001050

સીએનજીમાં સબસિડી આપે તો ભાવ ઘટાડાશે: એસોસિએશન
સરકાર સીએનજીમાં સબસિડી આપશે તો સ્કૂલ વર્ધીના વાહનોમાં ભાવ ઘટાડવામાં આવશે. બાળકોના હિતમાં સીએનજીમાં સબસિડી આપવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત પણ કરાઈ છે.

CNGના ભાવ વધતા ભાડાં વધ્યાં
​​​​​​​
આ બાબતે સ્કૂલવર્ધી એસોશિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહેતાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે મોંઘવારીના સમયમાં વાહનોના સ્પેરપાર્ટ, વીમો, CNGમાં ભાવ વધારો થવાના કારણે ભાવ વધારાની જાહેરાત કરવી પડી છે.

22 નવેમ્બરથી ધો.1થી 5ની સ્કૂલો ખુલી
21 નવેમ્બરે રાજ્ય સરકારે પ્રાથમિક સ્કૂલોના ભૂલકાઓના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય લેતાં 22 નવેમ્બરથી રાજ્યભરમાં સરકારી અને ખાનગી પ્રાથમિક સ્કૂલોના ધો. 1 થી 5ના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય-ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે હાજરી મરજીયાત રાખવામાં આવી છે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2020માં કોરોના સંક્રમણની શરૂઆત થતા રાજ્યમાં 15 માર્ચ, 2020થી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. આમ હવે 20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે.

ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ થયા
આ પહેલાં રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...