તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર બનશે સજાગ:ગુજરાતના ગામડાઓને કોરોનાથી સુરક્ષિત કરવા અને ત્રીજી લહેર સામે લડવા આવતી કાલે કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચે મહત્વની બેઠક

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર કમિટીની બેઠકની ફાઈલ તસવીર - Divya Bhaskar
કોર કમિટીની બેઠકની ફાઈલ તસવીર
  • ગામડાઓમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, અને ટ્રેકિંગ વધારવા સાથે સારવારની વ્યવસ્થા મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવશે

હાલ ચારે બાજુ કોરોનાની ત્રીજી સંભવિત લહેર અંગે જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકારે કોવિડ ટાસ્ક ફોર્સ અને તજજ્ઞ ડોક્ટરની ટીમ સાથે બેઠકો યોજી સંક્રમણ તોડવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે, અન્ય રાજ્યો અને વિદેશોમાં ત્રીજી લહેરની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ મામલે સરકારની કોર કમિટી સાથે નિષ્ણાતોની મહત્વની બેઠક સોમવારે બોલાવવામાં આવી છે.જેમાં ગામડાંઓમાં ફેલાતા કોરોનાને ડામવા માટેનું આયોજન વધુ મજબૂત બનાવવામાં માટે પ્લાન ઘડવામાં આવે એવી શક્યતા છે.

ત્રીજી લહેરની અત્યારથી જ તૈયારીઓઃ રૂપાણી
ભારતના વિવિધ રાજ્યો કોરોના સંક્રમણની બીજી લહેર સામે હાલ ઝઝૂમી રહ્યા છે, ત્યારે દેશના આરોગ્ય નિષ્ણાંતોએ પણ દાવો કર્યા છે કે કોરોના સંક્રમણની ત્રીજી લહેર ગંભીર હોય શકે છે, પરિણામે સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોના સંક્રમણની બીજી લહેરની સામે લડવાની સાથે સાથે આગળના સમયમાં આવનાર કોરોના સંક્રમણની ત્રીજી લહેરની પણ તૈયારીઓ અત્યારથી જ કરી રહી છે. આ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળતી કોર કમિટીની બેઠકમાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણની ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી રહી છે.

રોડમેપ તૈયાર કરશે
આ ઉપરાંત આવતા સોમવારે રાજ્ય સરકારના કોરોના સંક્રમણ સંદર્ભના ટાસ્ક ફોર્સના નિષ્ણાત ડોક્ટરો સાથે મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે મહત્વની ચર્ચાઓ કરશે અને ખાસ રોડમેપ તૈયાર કરશે.

ખાસ કરીને ગ્રામ વિકાસ કમિશ્નર વિજય નેહરાએ ચોંકાવનારા નિવેદન સાથે સ્પષ્ટ સંકેતો આપ્યા હતાં કે, આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધશે. જેના કારણે રાજ્યના ગામડાઓને ખાસ સુરક્ષિત બનાવવા પડશે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વિષેશ ભાર મૂકી ગામડા સશક્ત બનાવવા પડશે.

ઓક્ટોબરમાં ત્રીજી લહેર શરૂ થશે
તાજેતરમાં કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પણ ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. IIT કાનપુરના પ્રોફેસરે પણ સરકારની આ આશંકાને પુષ્ટિ આપી છે. કોરોનાના ડેટા વિશ્લેષણ કરી રહેલા પદ્મશ્રી પ્રો. મણિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે જુલાઈ સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ જશે. તે સારા સમાચાર છે. પરંતુ બીજો દાવો ભયભીત કરનારો છે. કોરોનાના ડેટા વિશ્લેષણ કર્યા પછી, જાણવા મળ્યું કે ઓક્ટોબરથી ત્રીજી લહેર પણ શરૂ થશે. જો કે, આ અધ્યયનમાં તે જાણી શકાયું નથી કે ત્રીજી લહેર કેટલી મોટી અને ભયાનક હશે. પ્રો. અગ્રવાલે કહ્યું કે કદાચ એવું બની શકે છે કે તે સામાન્ય લહેર જ હોય, પરંતુ તે ઘણી બાબતો પર આધાર રાખે છે. તેથી, આપણે તમામ બાબતે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.

3 ટિપ્સ કે જે કોરોનાની ત્રીજી લહેરની અસરને ઘટાડી શકે છે

  • સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં દેશની મહત્તમ વસ્તીને વેક્સિન આપી દેવી જોઈએ.
  • નવા સ્ટ્રેનને જલ્દી ઓળખવા જોઈએ અને તેને વધતો અટકાવવો જોઈએ.
  • ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને સારવાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો.
અન્ય સમાચારો પણ છે...