• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • An Excellent Day To Receive The Grace Of The Fathers; Shraddha Paksha Will Be Completed Today With The Completion Of Pitripaksha, Mahalaya

આજે સર્વ પિતૃ અમાસ:પિતૃઓની કૃપા મેળવવા માટેનો ઉત્તમ દિવસ; પિતૃપક્ષ, મહાલયની પૂર્ણાહુતિ થવાની સાથે આજે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પિતૃપક્ષમાં સર્વ પિતૃ અમાસને ખૂબ ખાસ દિવસ માનવામાં આવે છે. ભાદરવા વદ અમાસે પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. જે સ્વજનની તિથિ યાદ ન હોય અને તેમનું શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તેવા પિતૃઓનું શ્રાદ્ધ આ દિવસે કરી શકાય છે. પિતૃપક્ષ, મહાલયની પૂર્ણાહુતિ થવાની સાથે શ્રાદ્ધપક્ષ પૂર્ણ થશે. શાસ્ત્રોમાં આ અમાસને સર્વ પિતૃ અમાસ, મહાલય અમાસ કે મોક્ષદાયિની અમાસ પણ કહે છે.

પિતૃપક્ષના છેલ્લા દિવસે સર્વપિતૃ અમાસે બધા જ પૂર્વજોનું ધ્યાન કરવાનું મનાય છે. સર્વ પિતૃ અમાસના દિવસે તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ-દાન કરાય છે, જેથી પિતૃઓ સંપૂર્ણ સંતુષ્ટ થાય છે. પદ્મ, માર્કંડેય અને અન્ય પુરાણોનો ઉલ્લેખ કરતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, સર્વ પિતૃ અમાસે પિતૃ તૃપ્તિ ઇચ્છે છે. તેઓ અતૃપ્ત રહે તો તેનાથી પિતૃદોષ લાગે છે. મૃત્યુ તિથિએ શ્રાદ્ધ કર્યા બાદ પણ અમાસના દિવસે જાણ્યા-અજાણ્યા કે રહી ગયેલા તમામ પિતૃઓને શ્રાદ્ધ સાથે વિદાય આપવી જોઈએ. તેને મહાલય શ્રાદ્ધ પણ કહે છે. હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે.

પિતૃપક્ષના 16 દિવસ આપણાં પૂર્વજોને સમર્પિત હોય છે, તે દરમિયાન તેમને જળ-ભોજન અર્પણ કરી શ્રાદ્ધકર્મ કરવાની પ્રથા છે. એવું કહેવાય છે કે, આ સમય દરમિયાન પૂર્વજો પ્રસન્ન થઇ તમામ મનોકામનાની પૂર્તિ કરે છે, જો તે કોઈ કારણસર નારાજ થાય તો પિતૃદોષ લાગે છે. આથી કામ બગડવાની સાથે અનેક સમસ્યા આવે છે. પિતૃદોષ નિવારણ માટે અનેક પ્રયત્નો કરતા પૂર્વજોને પ્રસન્ન કરાય છે.

અન્ય સમાચારો પણ છે...