તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્વલ્લે જોવા મળતી બીમારી:અમદાવાદ સિવિલમાં 11 વર્ષની બાળકી પર સર્જરી કરી અન્નનળી-શ્વાસનળી અલગ કરાઈ

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 80 હજારથી 1 લાખમાં જોવા મળતી બીમારી
  • વિશ્વકક્ષાએ મોટીવયના બાળકોમાં અત્યાર સુધીમાં 23 કેસ નોંધાયા: ડૉ.રાકેશ જોષી

સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગના તબીબોએ 11 વર્ષની બાળકીમાં 80 હજારથી 1 લાખ બાળકોમાં જ્વલ્લે જોવા મળતી બીમારીમાં અન્નનળી-શ્વાસનળી જોડાયેલી હોય છે. જોકે, સિવિલના ડૉક્ટરોની ઊંડાણપૂર્વકની તપાસ બાદ બાળકીની તકલીફનું યોગ્ય નિદાન કરીને પડકારજનક સર્જરી કરીને દર્દમુક્ત કરી છે. આ તકલીફને તબીબી ભાષામાં ‘એચ-વેરાઇટી ઓફ ટિયોફિશ્યુલા’ કહે છે.

સિવિલના બાળસર્જરી વિભાગના વડા ડો.રાકેશ જોષી જણાવે છે કે, 27મી મેએ અમદાવાદના શ્રમિક દંપતીની 11 વર્ષીય બાળકી પલક નાડિયાને ન્યુમોનિયા, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે દાખલ કરાઇ હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વકક્ષાએ મોટીવયના બાળકોમાં અત્યાર સુધીમાં આવા 23 કેસ નોંધાયા છે.

પ્રારંભિક તપાસ અને કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવતાં પલકનું સીઇસીટી થોરેક્સ કરવામાં આવ્યું હતું. બાળકીના ન્યુમોનિયાને સ્ટેબિલાઇઝ કર્યા બાદ સિટી સ્કેન કરતાં એચ-વેરાઇટી ઓફ ટિયોફિશ્યુલા હોવાનું જણાતા બાળકીને પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં ખસેડી શ્વાસનળીમાં દૂરબીન નાખીને જોતાં શ્વાસનળી અને અન્નનળી જોડાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાળકીની સર્જરી કરાવવી જરૂરી હતી. જેમાં એનેસ્થેશિયા વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કિરણ પટેલ અને ટીમે જોખમી સર્જરી કરીને બાળકીને દર્દમુક્ત કરી છે.

બાળક 1 વર્ષનું થાય પછી જાણ થાય છે
બીમારીમાં તાજા જન્મેલા કે જન્મના પ્રથમ વર્ષની અંદર જ આ તકલીફની ડાયગ્નોસિસની જાણ થતી હોય છે. બાળકને જ્યારે ધાવણ કે ખોરાક અપાય ત્યારે તેને ખાંસી-ઉધરસ થાય કે પછી ઘણીવાર બાળક ભૂરું પણ પડી શકે છે. આ બાળકીના કિસ્સામાં આવી કોઇ તકલીફ ન જણાતા બીમારીનું નિદાન થઇ શક્યું નહીં.

બાળકીને ન્યુમોનિયા તથા હ્રદયની તકલીફ
ન્યુમોનિયા સાથે બાળકીને હ્રદયની તકલીફ, 1 કાન નથી તેથી ઓછું સંભળાય છે. ફેશિયલ પાલ્સી તથા કરોડરજ્જૂની તકલીફ છે. જેને કારણે બાળકીને વજન, ઉંચાઇ ઓછી હોવાની સાથે માનસિક વિકાસ પર પણ અસર થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...