ફરિયાદ:પાલડીની દુકાનમાં કામ કરતો કર્મચારી ગલ્લામાંથી રૂ.10 લાખ લઈ ફરાર થયો

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનમાલિકે પૈસા પરત માગ્યા તો ફોન સ્વિચઓફ કરી દીધો

પાલડીમાં ઘીની પ્રોડક્ટ બનાવીને વેચાણ કરતી દુકાનમાં કામ કરતો કર્મચારી દુકાનમાંથી રૂ.10.14 લાખ લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે દુકાનમાલિકે પાલડી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મનીશ અગ્રવાલ દેશી ગાયના દૂધમાંથી ઘી બનાવી તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવાનો વેપાર કરે છે.

પાલડીમાં ગવ્યરતન સ્ટોરમાં કામ કરતો માંગુસિંહ ચંપાવત ગલ્લામાંથી 10.14 લાખ લઈને જતો રહ્યો હતો. જેથી મનીશભાઈએ માંગુસિંહને પૈસા બાબતે વાત કરી તો તેણે પૈસા બીજાને આપ્યા છે હું પુણેથી પૈસા લઈને આવીશ અને તમને બે દિવસમાં આપી દઈશ તેમ કહીને ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.પૈસા પરત ન આપતા દુકાન માલિક મનીશ અગ્રવાલે પાલડી પોલીસ સ્ટેશનમાં માંગુસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...