તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના ભૂયંગદેવ પ્રતિક્ષા એપાર્ટમેન્ટ નજીક આવેલા અક્ષર મેડિકલ સ્ટોરના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેડિકલ સ્ટોર સંચાલકે જણાવ્યું કે, તેઓ જાતે જ તમામ કર્મચારીઓને તેમના ટેસ્ટ માટે લઇ ગયા હતા. મ્યુનિ. તંત્ર દ્વારા જણાવ્યુંકે, બાકીના કર્મચારીઓના ટેસ્ટ રિપોર્ટ પેન્ડિંગ છે.
સ્ટોર માલિક સામેથી જ કર્મીને તપાસ માટે લઈ ગયા હતા
આ અંગેની વિગત એવી છેકે, ભૂયંગદેવ અક્ષર મેડિકલ સ્ટોરમાં મોટી સંખ્યામાં લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાના સમાચારે સવારથી જ આ વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. તે અંગે તંત્રને પૂછવામાં આવતા જાણવા મળ્યું હતુંકે, આ સ્ટોરમાં એક જ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય કર્મચારીઓના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. બીજી તરફ સ્ટોર સંચાલકે જણાવ્યું હતુંકે, તેમણે પોઝિટિવ આવેલા કર્મચારીને લેમન ટ્રી હોટલમાં શિફ્ટ કર્યો છે. તેમજ તેઓ સામેથી જ તમામ કર્મચારીઓને કોરોનાના રિપોર્ટ માટે લઇ ગયા હતા. જેથી યોગ્ય રીતે ટેસ્ટ થયા બાદ કોઇ ખતરો ન રહે.
ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા મ્યુનિ. કમિશનર મુકેશકુમારે દવા અને દૂધની દુકાનો જ ચાલુ રાખવા આદેશ કર્યો હતો. ત્યારથી આ બંને શોપના માલિકો અને સ્ટાફના પણ સેમ્પલ લઈને તેમના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ એલજી હોસ્પિટલની સામે આવેલા મેડિકલ માલિક સહિત સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.