વિકૃત હરકત:અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કર્મચારીએ સાથી મહિલાકર્મીના પ્રાઈવેટ પાર્ટ અને છાતીએ હાથ ફેરવ્યો, રૂમ બંધ કરી રેપ કરવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાંદખેડાની હોસ્પિટલમાં મહિલા કર્મી સાથે રેપની પ્રયાસ - Divya Bhaskar
ચાંદખેડાની હોસ્પિટલમાં મહિલા કર્મી સાથે રેપની પ્રયાસ
  • મહિલા ધક્કો મારી રૂમમાંથી બહાર નીકળી ગઈ
  • પંકજ પ્રજાપતિ નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલનાં કર્મચારીએ સાફસફાઈ કરવાનાં બહાને સાથી મહિલા કર્મચારી ઉપરના માળે સ્પેશિયલ રૂમમાં મોકલી હતી. કર્મચારી પાછળથી ઉપર જઈને રૂમનો દરવાજો બંધ કરીને મહિલા કર્મચારીને જબરદસ્તી પકડી તેના છાતીના ભાગે અને ગુપ્ત ભાગે હાથ ફેરવી બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

કર્મચારીએ સેક્સ કરવા કહેતા મહિલા ધક્કો મારી રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. તેણે હોસ્પિટલની મહિલા ડોક્ટરને જાણ કરતા તેઓએ પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું. ચાંદખેડા પોલીસે હોસ્પિટલના કર્મચારી સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

રૂમનો દરવાજો બંધ કરીને મહિલાને બળજબરીથી પકડી
ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં 30 વર્ષીય મહિલા તેના પતિ અને બાળક સાથે રહે છે. શિવ શક્તિનગર બસ સ્ટેન્ડની સામે આવેલી પ્રાંજના હેલ્થ સેન્ટર હોસ્પિટલમાં હાઉસ કિપીંગ તરીકે તેઓ ચાર દિવસ પહેલા જ નોકરીમાં જોડાઇ હતી. શનિવારે સવારે નોકરી ઉપર આવીને સાફ સફાઈનું કામ કરતી હતી ત્યારે નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતાં પંકજ પ્રજાપતિએ પહેલા માળે આવેલાં સ્પેશિયલ રૂમમાં સાફ સફાઈ કરવાની બાકી છે. જેથી મહિલા તે રૂમમાં ગઇ હતા. જ્યાં થોડીવાર જ પંકજ પાછળ આવ્યો હતો અને રૂમનો દરવાજો બંધ કરીને મહિલાને બળજબરીથી પકડી લીધી હતી.

શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું
પંકજે મહિલાના છાતીના ભાગે અને ગુપ્ત ભાગે હાથ ફેરવી બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં પંકજે શારીરિક સંબંધો બાંધવાનું કહેતા તેઓ રૂમનો દરવાજો ખોલી બહાર જતા રહ્યાં હતાં. જનરલ વોર્ડમાંથી મહિલા ડોક્ટર આવતાં તેઓને આ સમગ્ર હકીકત જણાવી હતી. જેથી ડોક્ટરે તેમને પોલીસ ફરીયાદ કરવા કહ્યું હતું. ચાંદખેડા પોલીસે મહિલાની ફરીયાદનાં આધારે પંકજ પ્રજાપતિ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...