• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • An Average Of 341 Trips A Day Have To Be Canceled On ST Due To Reduction In Diesel staff, Mechanical administrative Staff Has Not Been Recruited For A Long Time.

મુસાફરોને હાલાકી:ડીઝલ-સ્ટાફની ઘટથી STની રોજ સરેરાશ 341 ટ્રિપ રદ કરવી પડે છે, લાંબા સમયથી મિકેનિકલ-વહીવટી સ્ટાફની ભરતી થતી નથી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લાંબા સમયથી મિકેનિકલ-વહીવટી સ્ટાફની ભરતી થતી નથી

એસટી નિગમમાં ડીઝલની તંગી ઉપરાંત ટ્રાફિક કંટ્રોલર, વહીવટી, મિકેનિકલ સ્ટાફની ઘટને લીધે રોજની સરેરાશ 341 ટ્રીપ રદ કરવી પડે છે. ઘણીવાર બસ કેન્સલ થતાં પેસેન્જરે ખાનગી વાહનોમાં વધુ ભાડું ચૂકવવું પડે છે. નિગમ પાસે ડ્રાઈવર કંડક્ટર સહિત અન્ય સ્ટાફ પૂરતો છે પરંતુ લાંબા સમયથી વહીવટી સ્ટાફ તેમજ મિકેનિકલ સ્ટાફની ભરતી ન થતા તેમાં 50 ટકાથી વધુ ઘટ છે.

અમદાવાદમાં 662 શિડ્યુલ સહિત રાજ્યના 16 ઝોનમાં મળી 7496 શિડ્યુલ છે. પરંતુ હાલમાં નિગમ પાસે 14973 ડ્રાઈવર તેમજ 16696 કંડક્ટર છે અને તેનાથી સરેરાશ 7174 શિડ્યુલનું સંચાલન કરી શકાય છે. તેમ છતાં બસોના સંચાલન માટે જરૂરી કંટ્રોલ સ્ટાફ તેમજ અન્ય વહીવટી સ્ટાફની 50 ટકા જેટલી ઘટ હોવાથી તેની અસર બસોના સંચાલન પર પડી રહી છે.

ડીઝલ માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે
કેન્દ્રે બલ્ક ડીઝલના ભાવ વધારતા નિગમ ખાનગી પંપો પરથી ડીઝલ પુરાવે છે. પરંતુ ઘણીવાર ત્યાં પણ તેમને પૂરતું ડીઝલ મળતું નથી. ડીઝલ માટે લાઈનમાં ઉભા રહેવાથી બસો 1થી 2 કલાક મોડી પડે છે. અંતે ડેપોથી નજીકના શહેર કે ગામની ટ્રીપ રદ કરવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે...