તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • An Average Of 1232 Metric Tons Of Oxygen Was Required In 14 Days, The Government Will File A Reply In The High Court In Suomoto, Corona.

હાઇકોર્ટમાં સુઓમોટો:14 દિવસમાં સરેરાશ 1232 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ, કોરોનાની સુઓમોટોમાં સરકાર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 33 જિલ્લામાં 1 મહિનામાં રેમેડેસિવિરનો જથ્થો મોકલાયો

કોરોના મામલે થયેલી સુઓમોટો અરજીમાં સરકાર આગામી દિવસોમાં જવાબ રજૂ કરશે. છેલ્લા એક મહિનામાં સરકારે કોરોનાને અટકાવવા શું પગલાં લીધાં તે અંગે વિગતવાર સોંગદનામું તૈયાર કરાયું છે, જેમાં રજુઆત કરાઇ છે કે 23 એપ્રિલથી 5 મે સુધીમાં રાજ્યમાં સરેરાશ 1232 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડી છે. સરકારે જિલ્લાવાર કેટલા રેમેડેસિવિર ઇન્જેક્શન પહોંચાડ્યા તેની પણ વિગતો સોગંદનામામાં રજૂ કરી છે.

ઓક્સિજનની અછતને લીધે ઔદ્યોગિક એકમો બંધ કરી ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલને પૂરો પડાયો છે. સરકાર રોજે 100થી 120 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહી છે. 33 જિલ્લામાં છેલ્લા 2 સપ્તાહમાં કેટલા ઇન્જેકશન પહોંચાડ્યાં તે અંગે માહિતી આપવામાં આવી છે. અમદાવાદમાં કુલ 2,34,957 રેમડેસિવિરની જરૂરિયાત હતી તેની સામે 1,83,267 ઇન્જેકશન પૂરા પડાયા હતા. રાજ્યભરમાં કુલ 10 લાખ 31 હજાર ઇન્જેકશનની જરૂરિયાત હતી તેની સામે 7 લાખ 76 હજાર ઇન્જેકશન પૂરા પાડવામાં આવ્યાં છે.

મા-કાર્ડથી કોરોનાની સારવાર મળતી નથી: ગ્યાસુદ્દીન
રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ કરીને મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડને મર્જ કરીને કોવિડ-19ની સારવાર વિનામૂલ્યે આપી રહી છે, પણ વાસ્તવમાં આવો કોઇ પરિપત્ર કરીને હોસ્પિટલોને સૂચના આપી નથી. પરિણામે દર્દીઓને મા-કાર્ડનો લાભ મળતો નથી, સરકાર હાઇકોર્ટના આદેશનું પણ પાલન કરતી નથી અને હાઇકોર્ટને ગુમરાહ કરે છે તેમ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...