ઓડિટ કરવાનો નવો નિયમ:ટર્નઓવરના 8%થી ઓછો નફો હશે તો ઓડિટ જરૂરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નિયમ મુજબ 5 વર્ષ ઓડિટ કરાવવું પડે
  • ઓડિટમાંથી​​​​​​​ બચવા 8% નફો બતાવવો પડે

જે કરદાતા રૂ. 2 કરોડથી ઓછું ટર્નઓવર બતાવી નફા પર 8 ટકા લેખે ટેકસ ભરે તો ઓડિટમાંથી મુક્તિ છે. પરંતુ ટર્ન ઓવરમાં 8 ટકાથી ઓછો નફો બતાવે તો પાંચ વર્ષ સુધી ફરજિયાત ઓડિટ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

ઇન્કમટેક્સ ઓડિટ રિટર્નમાં રહેલી જોગવાઇને કારણે જે કરદાતાનું ટર્ન ઓવર બે કરોડથી ઓછું હોય અને ઓડિટમાંથી છૂટકારો મેળવવા માટે ટર્ન ઓવર 8 ટકા લેખે ચોખ્ખો નફો બતાવીને ટેક્સ ભરપાઇ કરી દે તો તે ઓડિટ કરવામાં આવતું નથી. પરંતુ બે કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવનારે 8 ટકાથી ઓછો નફો બતાવીને ટેકસ ભરપાઇ કરતા હોય. તેવા સંજોગોમાં કરદાતાના આગામી પાંચ વર્ષ સુધી ફરજિયાત ઓડિટ કરવામાં આવશે.

જો કરદાતાના વેપારમાં ઘટાડો થયો હોય અને ટર્ન ઓવર ઓછું બતાવામાં આવ્યું હોય તો પણ ઓડિટની જોગવાઇમાંથી છૂટકારો મેળવવા માટે આઠ ટકાનો નફો બતાવવો પડે તેવી સ્થિતિ થઈ છે. આમ કરદાતાઓ જો પોતાનો વેપાર ઓછો થયો હોય તો તેમના માટે ઓછા વેપાર સાથે મોટા ટેકસની જવાબદારીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ હાલની જોગાવાઇમાં છે. આમ આ નિયમના કારણે કરદાતાઓ અગામી પાંચ વર્ષ સુધી ઓડિટ કરવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો પ્રમાણિક કરદાતા ચોપડા બતાવે તો 5 વર્ષ ઓડિટ કરાવું પડે.

અન્ય સમાચારો પણ છે...