સુવિધા:GUની લાઈબ્રેરીમાં પ્રજ્ઞાચક્ષુ માટે ઓડિયો ફાઈલ એક્સેસ રૂમ બનાવાશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ બ્રેઈલ દિવસ નિમિત્તે બ્રેઈલ પુસ્તકો અને ઓડિયો ફાઇલને પ્રદર્શનમાં મુકાઈ

ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે વિશ્વ બ્રેઈલ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે અભ્યાસલક્ષી વિવિધ અપ્રાપ્ય ઓડિયો કેસેટ્સ જે ટેપ રેકોર્ડરમાં સાંભળી શકાય છે અને બ્રેઈલ લિપિમાં જે પુસ્તકો લખાયેલા છે તેને પ્રદર્શિત કરવામાં આવી.

આ પ્રદર્શનમાં ભારતનો ઇતિહાસ, યુરોપનો ઇતિહાસ, ભારતનું બંધારણ જેવા સમાજશાસ્ત્ર સાથે વિવિધ વિષયોને આવરી લેતા બ્રેઇલ લિપિમાં લખાયેલા ગ્રંથો મુકવામાં આવ્યા. તે ઉપરાંત 400 જેટલી ટેપ રેકોર્ડર કેસેટ્સ જેને આધુનિક ઓડિયો MP3માં કન્વર્ટ કરવાની કામગીરી ગ્રંથાલય દ્વારા કરવામાં આવી હતી, જે કામગીરી પૂર્ણ થતા હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ગ્રંથાલય ખાતે તેઓ વિશિષ્ટ વિભાગમાં બેસીને તે ઓડિયો ફાઈલ એક્સેસ કરી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.

આ અંગે કા. ગ્રંથપાલ ડૉ. યોગેશ પારેખે જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટેના અભ્યાસલક્ષી જરૂરી 10 વૈશ્વિક ભાષામાં હસ્તલિખિત તેમજ પ્રિન્ટિંગ મટિરિયલના ટેક્સ્ટનું ઓડિયો ફોર્મેટમાં રૂપાંતર થઈ શકે તેવા આધુનિક સ્કેનર કમ ડિવાઇસીસ ઉપલબ્ધ છે. સાથે આગામી સમયમાં યુજીસી ઇન્ફ્લિબનેટના માર્ગદર્શનમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ જે વોઈસ મેસેજથી જ એક્સેસ કરી તેવી વેબ આધારિત ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈયાર થનાર પ્રજ્ઞાચક્ષુઓ માટેની રિપોઝટરી ભારતના તમામ યુનિવર્સિટીઓ પૈકી પ્રથમ વોઈસ ઇનેબલ રિપોઝટરી બનશે.

અન્ય સમાચારો પણ છે...