પ્રવાસન:કેવડિયા રેલવે સ્ટેશને આર્ટ ગેલેરી તૈયાર કરાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય સ્થળોએ ફરવા આવતા લોકોને હવે કેવડિયા સ્ટેશન પર વધુ એક દર્શનીય સ્થળ જોવા મળશે. રેલવે દ્વારા કેવડિયા સ્ટેશન પર આર્ટ ગેલેરી તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં આવતા તમામ પ્રવાસીઓને ગુજરાતના સાંસ્કૃતિક ઝલક જોવાની સાથે તેઓને ગુજરાતના ગૌરવવંતા ઈતિહાસથી માહિતી પણ મળી રહેશે. રેલવેએ દ્વારા આ આર્ટ ગેલેરી પીપીપી ધોરણે તૈયાર કરવામાં આવશે.

ઉપરોક્ત માહિતી આપતા રેલવે અધિકારીએ વધુમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પર્યટકોને વધુ એક આકર્ષણનું કેન્દ્ર જોવા મળશે. આ આર્ટ ગેલેરી રેલવેના વડોદાર ડિવિઝન દ્વારા તૈયાર કરાશે જેમાં રેલવે સ્ટેશન પર સોવેનિયર શોપની સાથે આર્ટ ગેલેરી તૈયાર કરાશે.

ભારતીય રેલવેમાં પહેલીવાર પીપીપી આ આર્ટ ગેલેરી તૈયાર કરાશે. જ્યાં ગુજરાતની સાથે ભારતની વિભિન્ન કળા અને શિલ્પને પ્રદર્શિત કરવામાં આવશે. વધુમાં આ આર્ટ ગેલેરીથી નર્મદા જિલ્લાના સ્થાનિક આદિવાસી પ્રજાને રોજગાર મળવની સાથે તેમની કળાને પ્રોત્સાહન પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...