નવતર પ્રયોગ:બી એડની પરીક્ષા પૂર્ણ થઈ તે જ દિવસે પરિણામ 'શીખવે તે મૂલવે ' ને ચરિતાર્થ કરનારો અભિગમ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બી.એડ. કોલેજના 6 હજાર જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું મૂલ્યાંકન જે તે કોલેજના અધ્યાપકોને સોંપાયું
  • આઈઆઈટીઈની સેમેસ્ટર એન્ડ પરીક્ષામાં સંલગ્ન 59 બી.એડ. કોલેજના વિદ્યાર્થીઓને પરિણામ આવ્યું

પરીક્ષા પૂર્ણ થઈ તે જ દિવસે પરીક્ષાર્થીઓ તેમનું પરિણામ જાણી શક્યા. જેથી આગામી 12 જૂનથી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષથી તેઓ શિક્ષકના વ્યવસાયમાં જોડાઈ શકે તે ઉદ્દેશ્યથી 'શીખવે તે મૂલવેને ચરિતાર્થ કરતાં જે તે કોલેજના અધ્યાપકોને જ મૂલ્યાંકનની કામગીરી સોંપાઈ હતી. જેને પગલે પરીક્ષા પૂર્ણ થઈ તે દિવસે જ પરિણામ આવી ગયું હતું.

અધ્યાપકો પરના ભરોસાને પ્રાથમિકતા અપાઈ
સામાન્ય રીતે બોર્ડ અને યુનિવર્સિટીની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન તટસ્થ થઈ શકે તે હેતુથી ખાખી સ્ટીકર કે ડિઝિટલ એસેસમેન્ટ કરવાનો ટ્રેન્ડ છે, જેથી ઉમેદવારની ઓળખ ખાનગી રાખી શકાય. આઈઆઈટીઈએ તેની સેમેસ્ટર એન્ડ પરીક્ષામાં તેને સંલગ્ન 59 બી.એડ. કોલેજના 6 હજાર જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું મૂલ્યાંકન પોતાની કોલેજના અધ્યાપકોને સોંપી મૂલ્યાંકનની હેતુલક્ષિતા સાથે અધ્યાપકો પરના ભરોસાને પ્રાથમિકતા આપી.

ચિંતન શિબિરમાં અને એકેડેમિક કાઉન્સિલમાં મંજૂરી
અજાણ્યું એટલે અનાત્મલક્ષી અને ઓળખીતું એટલે આત્મલક્ષી એવી માન્યતા છે , હકીકત નથી તેવી પૂર્વધારણાને ચકાસણીના એરણ પર મૂકતાં તા 23 મેથી તા. 1લી જૂન દરમિયાન યોજાયેલી યુનિવર્સિટી પરીક્ષાને આચાર્યો - અધ્યાપકો સાથે ચિંતન શિબિરમાં અને એકેડેમિક કાઉન્સિલમાં મંજૂર કરી 'શીખવે તે મૂલવે ' અભિગમને આગળ ધપાવ્યો .

ઉત્તરવહીનું મૂલ્યાંકન સંસ્થા ખાતે જ કરાયું
યુનિવર્સિટી દ્વારા મોકલેલા પ્રશ્નપત્ર આધારિત લખાયેલી ઉત્તરવહીનું મૂલ્યાંકન સંસ્થા ખાતે જ કરવાનું નક્કી કરવામાં આવ્યું. અધ્યાપકોના સહયોગથી એ કામ સમયસર 1લી જૂનના રોજ પૂર્ણ કરવામાં આવ્યું. 12થી 12 કલાક દરમિયાન સેમેસ્ટર 4 અને બપોરે 1થી 2 દરમિયાન સેમેસ્ટર-2ના ઉમેદવારોને આઈઆઈટીઈના પ્રતિનિધિની હાજરીમાં મૂલ્યાંકન કરેલી ઉમેદવારની પ્રત્યેક ઉત્તરવહીઓ જે તે ઉમેદવારને સ્વ- અભ્યાસ હેતુ આપવામાં આવી. જેથી તેણે લખેલા ઉત્તરોમાં મૂલ્યાંકન યોજના મુજબ ગુણાંકન થયું છે કે કેમ!

વિદ્યાર્થીઓને પરીક્ષા બાદ રિઝલ્ટથી શિક્ષક તરીકે જોડાઈ શકશે
જરૂર જણાય ચકાસણી કરનાર અધ્યાપક પાસેથી સ્પષ્ટતા -માર્ગદર્શન મેળવી શકાય અને ગુણાંકમાં ફેરફાર થઈ શકે. ગુણ તપાસણી અને ચકાસણી તત્કાળ શક્ય બની . આમ, પરીક્ષા પૂર્ણ થઈ તે જ દિવસે પરીક્ષાર્થીઓ તેમનું પરિણામ જાણી શક્યા. જેથી આગામી 12 જૂનથી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષથી તેઓ શિક્ષકના વ્યવસાયમાં જોડાઈ શકે .

રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ મૂલ્યાંકનની વિવિધ રીત અને પધ્ધતિઓથી ભાવી શિક્ષક પરિચિત થાય અને શિક્ષક પરના ભરોસાને દ્રઢ કરી શકાય. કારણ કે શાળા શિક્ષણના 12 વર્ષ પૈકી માત્ર 2 વર્ષ જ જાહેર પરીક્ષા હોય છે, બાકીના ધોરણમાં શિક્ષક- શાળા આપે તેના પર જ સમાજ ભરોસો કરતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...