વિવાદ:એરપોર્ટ પરના ટેક્સી ચાર્જ સામે હાઇકોર્ટમાં અરજી, રેલવે સ્ટેશને વસૂલાતા ચાર્જને પણ પડકારાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પૂરતો સમય ન અપાતા ડબલ ચાર્જ ચૂકવવો પડે છે

એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ખાનગી ટેક્સીચાલકો પાસેથી વસૂલાતા ચાર્જ સામે હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં રજૂઆત કરાઇ છે કે એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન પર ખાનગી ટેક્સી ચાલકો પાસેથી ઘણી વધુ રકમ વસૂલાય છે.

પેસેન્જરને ઘણા દૂર ઉતારવા પડે છે અને સામાન ઉતારે તેટલો પૂરતો સમય પણ અપાતો નથી. ઉતાવળે કેટલીક વખત સામાન કારમાં કે રસ્તા પર રહી જાય છે. બેગ ચોરાઇ ગયાના પણ બનાવો બનતા રહે છે. અગાઉ ખાનગી ટેકસી ચાલકોને એરપોર્ટની અંદર જવાના કોરિડોરની બહાર સુધી ઉતારાતા હતા. ખાસ કરીને સિનિયર સિટીઝન એકલા જતા હોય ત્યારે સામાન ઉતારવા માટે તકલીફ પડે છે. સુરત, અમદાવાદ, મહેસાણા, રાજકોટના 18 ખાનગી ટેક્સી ચાલકો પૈકી ધિરેન ભાટીયાએ જાહેરહિતની અરજીમાં કહ્યું છે કે, નક્કી કરેલા સમય કરતા વધારે સમય સુધી ટેક્સી ગેટ બહાર ન નીકળે તો ડબલ ચાર્જ આપવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...