અચાનક એમ્બ્યુલન્સ સળગી:અમદાવાદના ઘુમા ગામમાં મોડી રાત્રે એમ્બ્યુલન્સમાં આગ લાગી, ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ ભેગા મળી આગ ઉપર કાબૂ મેળવ્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અચાનક લાગેલી આગનું કારણ શોધવા પોલીસ અને ફાયરબ્રિગેડની તપાસ શરૂ

ગઈકાલે સુરતમાં લકઝરી બસમાં ભયંકર આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. બીજીતરફ અમદાવાદના ઘુમા ગામ પાસે પણ એક એમ્બ્યુલન્સમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતા. ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ ભેગા મળી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.

અમદાવાદમાં એમ્બ્યુલન્સમાં આગ
અમદાવાદના ઘુમા પાસે ગઈકાલે મોડી રાતે એમ્બ્યુલન્સ આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં હાલ કોઇ જાનહાનિ થઇ નહીં હોવાની વિગત સામે આવી રહી છે. આગ એટલી ભયંકર હતી કે આસપાસના લોકો દોડીને બહાર આવી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. ઘણી જહેમત બાદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ ભેગા મળી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો જે અંગે હાલ આગનું કારણ જાણવા માટે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં લકઝરી બસમાં આગ. એકનું મોત
ગત રોજ રાત્રે સુરતના હીરાબાગ પાસે રાતના 9.35 કલાક આજુબાજુ ભાવનગર જવા નીકળેલી લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી. બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતાં જ પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.

અન્ય સમાચારો પણ છે...