• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • An Additional 600 Million Liters Of Drinking Water Will Be Available; The Capacity Of The Three Water Supply Plants Will Be Increased To 205 Crore Liters Per Day To Meet The Needs Of The Growing Population.

અમદાવાદને સુવિધા:વધારાનું 60 કરોડ લિટર પીવાનું પાણી મળશે; વધતી જતી વસતીની જરૂરિયાત પૂરી કરવા પાણી પૂરું પાડતાં ત્રણ પ્લાન્ટની ક્ષમતા દૈનિક 205 કરોડ લિટર કરાશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના વસ્તી વધારાને ધ્યાનમાં રાખી કોર્પોરેશને વર્તમાન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. હાલ અમદાવાદને મુખ્ય ત્રણ કોતરપુર, જાસપુર અને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. ત્રણેય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની હાલની ક્ષમતા 1450 એમએલડી (145 કરોડ લિટર) છે. એટલે કે શહેરને દરરોજ વપરાશ માટે એટલું પાણી પૂરું પાડવામાં આવે છે. શહેરના વસ્તી વધારાને ધ્યાને રાખી 600 એમએલડી ક્ષમતા વધારી 2050 એમએલડી સુધી લઈ જવા પ્લાનિંગ કરાયું છે. આગામી 2026 સુધી જુદાજુદા તબક્કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવામાં આવશે.

વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ અમદાવાદની કુલ વસ્તી આશરે 56 લાખ હતી જે હાલ વધીને આશરે 80 લાખે પહોંચી છે એટલે કે, છેલ્લા 10 વર્ષમાં શહેરની વસ્તીમાં આશરે 40 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા વધી છે. ધંધા-રોજગારી માટે આજુબાજુના રાજ્યોમાંથી આવતા લેબર વર્ગની સંખ્યા ખૂબ હોય છે. ત્રણ વર્ષ અગાઉ પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીની મોટી પાઈપલાઈન બદલવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ચાર વર્ષ અગાઉ અમદાવાદના ત્રણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 1100 એમએલડી હતી જેમાં 300 એમએલડીનો વધારો કરાયો હતો.

ક્ષમતા વધતા દરેક ઝોનને ફાયદો થશે
કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 300 એમએલડી ક્ષમતા વધતા શહેરના ઉત્તર, પૂર્વ, દક્ષિણ, મધ્ય તથા પશ્વિમ ઝોનને ફાયદો થશે જ્યારે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 200 એમએલડી ક્ષમતા વધતા ઉત્તર પશ્વિમ, દક્ષિણ પશ્વિમ અને પશ્વિમ ઝોનમાં પાણીની કેપેસિટી વધી શકશે તેમજ રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 100 એમએલડીક્ષમતા વધતા પૂર્વ-દક્ષિણ ઝોનના નાગરિકોને શુદ્ધ અને સ્વચ્છ પાણી મળી શકશે.

કોતરપુર, જાસપુર, રાસ્કાની ક્ષમતા

પ્લાન્ટનું નામહાલ ક્ષમતાઆયોજન હેઠળકુલ ક્ષમતા
કોતરપુર85 કરોડ લિટર30 કરોડ લિટર115 કરોડ લિટર
જાસપુર40 કરોડ લિટર20 કરોડ લિટર60 કરોડ લિટર
રાસ્કા20 કરોડ લિટર10 કરોડ લિટર30 કરોડ લિટર
કુલ145 કરોડ લિટર60 કરોડ લિટર205 કરોડ લિટર

ડિસેમ્બર સુધી કોતરપુર પ્લાન્ટની કામગીરી પૂરી કરવાનું આયોજન
વર્ષ 2026 સુધી જુદાજુદા તબક્કે શહેરના ત્રણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવાની કામગીરી પૂરી કરવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની 300 એમએલડી ક્ષમતા વધી જશે. જાસપુર 200 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. વર્ષ 2035માં વસ્તીને ધ્યાને રાખી સમગ્ર પ્લાનિંગ કરવામાં આવ્યું છે. - હરપાલસિંહ ઝાલા, સિટી એન્જિનિયર, મ્યુનિ.

અન્ય સમાચારો પણ છે...