નિષ્ઠુર જનેતા:અમદાવાદના ચાંદલોડિયામાં ત્યજી દીધેલું નવજાત બાળક મળ્યું, સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં નવજાત બાળકોને તરછોડવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં ચાંદલોડિયામાંથી ત્યજી દીધેલી હાલતમાં મળી આવેલું નવજાત બાળક મળતાં જ પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે.

પોલીસે બાળકની સારવાર શરૂ કરાવી
સોલા પોલીસને માહિતી મળતાં જ પોલીસે સ્થળે પહોંચીને બાળકની સારવાર શરૂ કરાવી હતી. આ બાળક અસ્વસ્થ અને કુપોષિત હોવાથી તેની તબિયત નાજુક હતી. હાલમાં સોલા પોલીસે આ અંગે અજાણ્યા માતા પિતા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ માતા પિતાની ભાળ મેળવવા માટે પોલીસે સી.ડબ્લ્યુ.સીના અધિકારીને સાથે રાખી પૂછપરછ શરૂ કરી છે.

સ્થાનિક વ્યક્તિએ જ બાળકને તરછોડ્યું હોવાનું તારણ
પોલીસને મળી આવેલું બાળક ગુજરાતી ભાષા બોલતું હોવાથી સ્થાનિક વ્યક્તિએ જ બાળકને તરછોડ્યું હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે પોલીસે આસપાસના CCTV મેળવી નિર્દયી માતા પિતાની શોધખોળ હાથ ધરી છે. શહેરમાં ઘણા સમયથી બાળક કે ભ્રુણ ત્યજી દેવાની ઘટનાનો સિલસિલો શરૂ છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો.

અન્ય સમાચારો પણ છે...