ભાસ્કર એક્સક્લૂઝિવ:સિવિલમાં 528 વિદ્યાર્થિનીને જમવાની સુવિધા સાથેની 8 માળની હોસ્ટેલ બનશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રેક્ટર ક્વાર્ટર, ટીવી લોન્જ, ડાઇનિંગ હોલ પણ હશે

સમીર રાજપુત

​​​​​​​સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ.51 કરોડના ખર્ચે એકસાથે 528 વિદ્યાર્થિનીની રહેવા અને જમવાની સુવિધા સાથેની 8 માળની અત્યાધુનિક ગર્લ્સ હોસ્ટેલ બનાવાશે. ગર્લ્સ હોસ્ટેલના દરેક બ્લોકમાં 66 વિદ્યાર્થિની રહી શકે તેમ જ લાઇબ્રેરીથી ડાઇનિંગ હોલ સાથેની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ હશે. હોસ્ટેલ બની જતાં બી. જે. મેડિકલની હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની લાંબા સમયથી હોસ્ટેલની માગણી પૂર્ણ થશે. પ્રોજેક્ટ પૂરો થતાં અંદાજે 15 મહિના જેટલો સમય લાગશે.

વિદ્યાર્થિનીઓને આધુનિક સુવિધા
બી. જે. મેડિકલ કોલેજમાં ગુજરાત ઉપરાંત બહારના રાજ્યની વિદ્યાર્થિનીઓ પણ અભ્યાસ માટે આવતી હોય છે. થોડા સમય પહેલાં વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલની પૂરતી વ્યવસ્થા ન હોવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયા હતા. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના રૂમ ખાલી કરી બી. જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં માલસામાન સાથે ધામા નાખ્યા હતા. જોકે હવે નવી હોસ્ટેલ બિલ્ડિંગ બનતાં વિદ્યાર્થિનીઓને આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે.

8 માળની હોસ્ટેલનું ખાતમુહૂર્ત ​​​​​​​
સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માળની હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું હતું. બી. જે. મેડિકલ કોલેજમાં ગુજરાત ઉપરાંત બહારના રાજ્યની વિદ્યાર્થિનીઓ પણ અભ્યાસ માટે આવે છે ત્યારે રૂ. 51 હજારને ખર્ચે તૈયારી થનારી 20,670 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી 8 માળની આ હોસ્ટેલમાં પાર્કિંગથી લઇને કેન્ટિન સુધીની સુવિધા ઊભી કરવામાં આવશે.

હોસ્ટેલમાં કયા માળે કેવી સુવિધા ઉપલબ્ધ થશે

બેઝમેન્ટ: 25 ફોર વ્હીલર અને 360 ટુ-વ્હીલર માટેનું પાર્કિંગ ગ્રાઉન્ડ ફલોર: લાઇબ્રેરી, રેક્ટર ક્વાર્ટર, વોર્ડન ઓફિસ, ટીવી લોન્જ, કોમન ટોઇલેટ બ્લોક, ઇલેક્ટ્રિક રૂમ અને ડાઇનિંગ હોલ 1થી 8 માળ: દરેક બ્લોકમાં 66 વિદ્યાર્થિનીઓને રહેવાની સુવિધા એમ કુલ 528 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થશે.

અન્ય સમાચારો પણ છે...